છેલ્લા 30 કલાક કરતા પણ વધુ સમયથી બિન સચિવાલયની પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ન્યાય માટે ધારણા ધરીને બેઠા હતા. તેમને સમર્થન માં ઘણાં મહાનુભાવો આવ્યા અને ગયા. છેલ્લે ગાંધીનગર SP મયુર ચાવડાના પ્રયાસોથી વિદ્યાર્થી નેતા ગાંધીનગર કલેકટરને મળ્યા અને ત્યાર બાદ ચર્ચા વિચારના ને અંતે ઘીના ઠામ માં ઘી ઠરી ગયું છે. વિધાર્થીઓ આંદોલન સમેટવા માટે તૈયાર થયા છે.
બિનસચિવાલય પરિક્ષા ગેરરીતિ મામલો સરકાર કરી શકે છે મોટી જાહેરાત ઉમેદવારોના આંદોલન મામલે સરકારની પ્રેસ પ્રદિપસિહ જાડેજા અને કલેક્ટર કુલદીપ મૌર્ય ઉપસ્થિત યવરાજસિંહ પણ પ્રેસમાં હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં ગૃમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, સરકાર વિદ્યાર્થીઓના તમામ સૂચનો માનવા તૈયાર છે. અને તે અંગે વાટાધાટો ચાલુ કરી ને, તેમના સૂચનો પર કામગીરી કરવા માટે પણ તૈયાર છે.
એસઆઇટી રચના જ સમાધાન માટે કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ પર કોઇ પોલીસ બળપ્રયોગ નહીં કરવામાં આવે. જાતિવાદ રાજકારણ શરૂ ન થાય તેવા પગલાં લઇશું. પરીક્ષાર્થીઓ રાજકીય હાથો ન બને તેની તકેદારી રાખવામાં આવશે. પરીક્ષાર્થીઓની શંકા વિશે બેઠકમાં ચર્ચા કરી અને અમારા કલેક્ટરે તમામ સૂચનો સાંભળ્યા. અમે એક લાખને નોકરી આપી, 8000 લોકોને એલઆરડીમાં નોકરી આપી, પરીક્ષાર્થીઓની શંકાને આધારે જ સમાધાન લાવીશું.
પરીક્ષાર્થીઓને વિનંતી સરકાર સાથે સમાધાન કરે, અમારી સરકાર રોજગારી માટે કામ કરે છે. પરીક્ષાર્થીઓમાં કેટલાક રાજકીય એજંટ છે જે આખી ઘટનાને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. કેટલાક રાજકીય એજંટો અરાજકતા ફેલાવે છે, પરીક્ષામાં ખોટા લોકો લાભ ન ખાટી જાય તેનું ધ્યાન લેવાશે. પરીક્ષાર્થીની શંકા કુશંકા દૂર કરાશે. મુખ્યમંત્રીની સૂચનાથી વાટાઘાટો શરૂ કરાઇ છે. અમે સામે ચાલીને મંત્રણા શરૂ કરી છે.
સીટની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે તપાસ કરવા રાજ્ય સરકારે SIT એટલે કે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આંદોલનકારી ઉમેદવારોની નારાજગી વચ્ચે રાજ્ય સરકારે જાહેરાત કરી કે આખા મામલાની તપાસ કરી SIT 10 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પરીક્ષાનું પરિણામ જાહેર નહીં થાય. રાજ્ય સરકારે રચેલી SITના ચેરમેન તરીકે રાજ્યના અગ્રસચિવ કમલ દયાણી રહેશે. જ્યારે સભ્ય તરીકે ગાંધીનગર રેંજ આઈજી મયંકસિંહ ચાવડા, મનોજ શશીધરન અને જ્વલંત ત્રિવેદી રહેશે. SITની પહેલી બેઠક આવતીકાલે ગાંધીનગરમાં મળશે. જેમાં આંદોલનકારી ઉમેદવારોના આગેવાન તરીકે યુવરાજસિંહ જાડેજા અને હાર્દિક પ્રજાપતિ હાજરી આપશે.
https://www.facebook.com/mantavyanews/videos/542390103264225/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
