ગુજરાત અને દેશમાં દુષ્કર્મની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રોજ કયાંક ને કયાંક કોઈ સ્ત્રી કે બાલિકા નરાધમોના લોલુપતાનો ભોગ બની રહી છે અને પીંખાઇ રહી છે. હજુ તો રાજકોટ, વડોદરા અને સુરતના દુષ્કર્મ ની સ્યાહી સુકાઈ નથી ત્યાં તો, ફરી એક વાર ગુજરાત સહીત દેશમાં અનેક સ્થળોએ દુષ્કર્મ ની ઘટના ના અહેવાલો હાથ લાગી રહ્યા છે.
વાત કરીએ ગુજરાતની તો… ગુજરાતના વાપીમાં પાંચ વર્ષની બાળકી સાથે 16 વર્ષના સગીરે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકીના પાડોસમાં રહેતો સગીર બાળકીને પોતાના ઘરે લઈ ગયો અને તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બહાર આવતા પોલીસે સગીર આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી.
વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. યુવક વાપી ની એક શાળા માં ધોરણ 10 અભ્યાસ કરી રહ્યો છે. હાલ પોલીસએ સગીર યુવકની અટકાયત આકરી અને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
