સુરતઃ સુરતના માંડવી પાસે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે. માંડવી પાસે એસટી બસનું પાછળનું ટાયર ફરી વળતા એકનું મોત થયું હતું. તેમા બાઇક સવાર રમેશ બેરાનું મોત થયું હતું. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી
આ પણ વાંચો: ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત
આ પણ વાંચો: પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણ યુવાનોના ડૂબી જતાં મોત
આ પણ વાંચો: ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી
