Not Set/ વીડિયો કોલિંગ કરી પ્રેમી-પ્રેમિકાએ કર્યો આપઘાતનો પ્રયાસ, યુવતીનું મોત, યુવકની હાલત ગંભીર

આજકાલની પેઢી પ્રેમમાં એટલી તો ગળાડૂબ થઇ જાય છે કે તેમને દુનિયાનું કશું પણ ભાન રહેતું નથી. એટલું જ તેઓ પ્રેમમાં એટલા પાગલ બની જાય છે કે માતા-પિતાનું પણ વિચારતા નથી. પ્રેમમાં પાગલ બનીને સાથે જીવવા-મરવાની કસમ ખાતા હોય છે.  તમે વાંચ્યું કે સાંભળ્યું હશે કે પરિવાર લગ્નની ના પડે તો પ્રેમી-પ્રેમિકાએ સાથે જીવન સુધ્ધા […]

Gujarat Others

આજકાલની પેઢી પ્રેમમાં એટલી તો ગળાડૂબ થઇ જાય છે કે તેમને દુનિયાનું કશું પણ ભાન રહેતું નથી. એટલું જ તેઓ પ્રેમમાં એટલા પાગલ બની જાય છે કે માતા-પિતાનું પણ વિચારતા નથી. પ્રેમમાં પાગલ બનીને સાથે જીવવા-મરવાની કસમ ખાતા હોય છે.  તમે વાંચ્યું કે સાંભળ્યું હશે કે પરિવાર લગ્નની ના પડે તો પ્રેમી-પ્રેમિકાએ સાથે જીવન સુધ્ધા ટૂંકાવી લેતા હોય છે.આવી જ એક ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. જ્યાં એક પ્રેમી કપલે એક સાથે આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો,જો કે પ્રેમિકા મોતને ભેટી અને પ્રેમી જીવી ગયો.જોવાની વાત એ છે કે મરતા પહેલા બન્નેએ એકબીજાને વીડિયો કોલ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના થાનગઢ અને પીયાવાવ ગામમાં પ્રેમી-પ્રેમિકાએ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રેમિકાનું મોત થયું જ્યારે પ્રેમી બચી ગયો.

આપને જણાવી દઈએ કે આ ઘટના સોમવારે બની હતી પરંતુ બુધવારે પ્રકાશમાં આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ પ્રેમીપંખીડાની ઓળખ સુરેશ ઝામોદ (22 વર્ષ) અને ભાનુ સાબરિયા (19 વર્ષ) તરીકે થઈ છે.

સુરેશ અને ભાનુ પીયાવાવ અને થાનગઢમાં આવેલા પોતાના ઘરેથી એકબીજાને વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો. વિડીયો કોલિંગ દરમિયાન જ તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના હોસ્પિટલ ચોકીના પોલીસકર્મીએ જણાવ્યું, “ભાનુએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે સુરેશે ઝેરી દવા પીને મોત વહાલું કર્યું હતું.

પોલીસનો દાવો છે કે, ભાનુ અને સુરેશની લગભગ દોઢ વર્ષ પહેલા સગાઈ થઈ હતી. સગાઈ બાદમાં તેમના પરિવારોએ લગ્ન કરાવી આપવામાં કોઈ રસ દાખવ્યો નહોતો. જેના કારણે આ બંનેએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.