Not Set/ 9 મહિનાની બાળકી સાથે કાકાએ જ કર્યુ દુષ્કર્મ, લોહી નિકળતા પરિવારજનોને થઇ જાણ

દેશમાં આજે એવા શૈતાની દિમાગોનો છે કે જે લાજ, શરમ, સંસ્કાર, સમાજ ને પોતાના પગ નીચે કચડી રહ્યા છે. દેશમાં સતત વધી રહેલા દુષ્કર્મથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દુષ્કર્મની ઘટનાઓમાં ઉંડી તપાસ કરવામા આવે તો મોટા ભાગનાં કેસોમાં આરોપી ઘરનો કે પરિવારનો અથવા ઓળખતો સભ્ય હોય છે. જેની ખરાબ નજર અને […]

Top Stories India

દેશમાં આજે એવા શૈતાની દિમાગોનો છે કે જે લાજ, શરમ, સંસ્કાર, સમાજ ને પોતાના પગ નીચે કચડી રહ્યા છે. દેશમાં સતત વધી રહેલા દુષ્કર્મથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દુષ્કર્મની ઘટનાઓમાં ઉંડી તપાસ કરવામા આવે તો મોટા ભાગનાં કેસોમાં આરોપી ઘરનો કે પરિવારનો અથવા ઓળખતો સભ્ય હોય છે. જેની ખરાબ નજર અને વાસનાનું ભૂત તેના પર હાવી થયેલુ હોય છે, પછી તે નથી જોતો કે સામે જે છે તે મહિલા, યુવતી કે નાની બાળા છે. એક સભ્ય સમાજમાં આ પ્રકારની ઘટનાથી ભારે અરાજકતાનો માહોલ ઉભો થઇ જાય છે. તાજેતરમાં આવો જ એક રૂંવાટા ઉભા કરી દે તેવો બનાવ સામે આવ્યો છે, જેમા એક યુવકે માત્ર 9 મહિનાની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે.

માનવતાને લાજવે તેવી આ ઘટના પશ્ચિમ બંગાળથી સામે આવી છે, જ્યાં એક પડોશમાં રહેતા યુવકે 9 મહિનાની બાળકીની સાથે દુવ્યવહાર કર્યો છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે હાવડા જિલ્લાનાં શ્યામપુરમાં બારગ્રામ પંચાયતમાં નવ માસની બાળકી પર તેના કાકાએ જ દુષ્કર્મ કર્યુ છે. પોલીસનાં જણાવ્યા મુજબ આ વ્યક્તિની ઓળખ અનૂપ તરીકે થઈ છે. આરોપી અનૂપ પડોશમાં રહે છે અને જે કથિત રીતે બુધવારે બપોરે તેના પરિવારનાં સભ્યોને જાણ કરી તે બાળકીને કેટલાક રમકડા ખરીદવા માટે બહાર લઈ ગયો હતો. જ્યારે તે બાળકીને ઘરે પાછો લાવ્યો, પરિવારનાં સભ્યોએ નોંધ્યું કે બાળકનાં શરીરમાંથી લોહી નીકળતું હતું. પરિવારનાં સભ્યો તુરંત જ તેને પોલીસ પાસે લઇ ગયા. પરિવારે શ્યામપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને સંરક્ષણનાં બાળકોથી જાતીય ગુનાઓ (POCSO) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ઘટના જાણીને તમારો ગુસ્સો આસમાને પહોચી શકે છે પરંતુ શું કરી શકાય, આ ગુસ્સાને કેટલો ઉગ્ર બનાવી શકાય કે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલા આવા નરાધમો સો વખત વિચારે. ઘણા તર્ક આપી શકાય છે પરંતુ કેટલા યોગ્ય રહેશે તે જોવાનુ રહે. આજે નવાઇની વાત એ છે કે દેશની સંસદમાં જ્યા કાયદા બનાવવાનાં હોય ત્યા હવે મહિલા સાંસદોએ આવા નરાધમો માટે મોબલિંન્ચ કરવા પર ભાર આપવો પડી રહ્યો છે. આ તર્કથી તમે સમજી શકો છો કે દેશમાં દુષ્કર્મની ઘટનાથી મહિલાઓ કેટલી ગુસ્સે છે, જે હોવુ સ્વાભાવિક પણ છે. જો કે કાયદામાં રહેવુ ખૂબ જ જરૂરી પણ છે. તમે કહી શકો છો કે દોષીને ફાંસી મળે પરંતુ તમે તેને લિંન્ચ કરો તે કોઇપણ રીતે યોગ્ય ન ઠેરાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.