Surat News/ ઉધના સ્ટેશન પર શ્રમિકોની લાચારી! UP-બિહારના લોકો પર લાઠીચાર્જ, બંગાળી મતદારો માટે ફ્રી AC ટ્રેન

Suratના ઉધના સ્ટેશન પર UP-બિહારના શ્રમિકો પર પોલીસનો લાઠીચાર્જ થયો, જ્યારે બંગાળી મતદારોને ભાજપ દ્વારા ફ્રી AC ટ્રેનમાં કોલકાતા મોકલવામાં આવ્યા. જાણો સમગ્ર વિવાદ.

Gujarat Top Stories Surat
Surat Udhna Station Crowd

Surat Udhna Station Crowd: ડાયમંડ સિટી સુરતમાં વસતા પરપ્રાંતીયો માટે ઉધના રેલવે સ્ટેશન આજે લાચારી અને રાજનીતિનું કેન્દ્ર બન્યું છે. એક તરફ વતન જવા આતુર ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકોએ ટ્રેન માટે લાઠીચાર્જ સહન કરવો પડ્યો, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મતદારો માટે ખાસ ‘ફ્રી’ AC ટ્રેનો દોડાવવામાં આવતા ચર્ચા જાગી છે.

Surat : ભીડ બેકાબૂ બનતા લાઠીચાર્જ

ઉનાળાના વેકેશનમાં વતન જવા માટે ઉધના સ્ટેશન પર હજારોની સંખ્યામાં UP અને બિહારના શ્રમિકો ઉમટી પડ્યા હતા. ટ્રેનોની અછત અને 3 કિમી લાંબી લાઈનો વચ્ચે લોકોની ધીરજ ખૂટતા અફરાતફરી મચી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે હળવો બળપ્રયોગ (લાઠીચાર્જ) કરવો પડ્યો હતો. જ્યારે આશરે 4000 જેટલા શ્રમિકો ટ્રેન ન મળતા નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા.

Surat Udhna Station Crowd

બંગાળી મતદારો માટે ‘વીઆઈપી’ વ્યવસ્થા

શ્રમિકોની આ લાચારી વચ્ચે બીજી તરફ એક અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ દ્વારા ‘પરિવર્તન યાત્રા’ હેઠળ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં રહેતા બંગાળી મતદારોને કોલકાતા પહોંચાડવા માટે 4 સ્પેશિયલ ફ્રી AC ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા બંગાળી મતદારોને કોઈ પણ ચાર્જ વગર કોલકાતા મોકલવામાં આવ્યા છે.જ્યાં સામાન્ય શ્રમિકો જનરલ ડબ્બામાં જગ્યા મેળવવા લાઠીઓ ખાઈ રહ્યા છે, ત્યાં આ મતદારોને AC કોચમાં સન્માનજનક રીતે વતન મોકલવામાં આવ્યા છે.

રાજકીય ગરમાવો: સેવામાં ભેદભાવ?

ઉધના સ્ટેશન પર જોવા મળેલા આ બે વિરોધાભાસી દ્રશ્યોએ અનેક સવાલો ઉભા કર્યા છે. UP અને બિહારના શ્રમિકોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દ્વારા તેમના માટે પૂરતી સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે દર વર્ષે આવી ભાગદોડ સર્જાય છે. બીજી તરફ, મતદારો માટે રાતોરાત AC ટ્રેનોની વ્યવસ્થા થઈ જતાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.


આ પણ વાંચો: સુરત ઉધના સ્ટેશન પર સ્થિતિ બેકાબૂ,16 કલાકની લાઈન બાદ લોકો બાઉન્ડ્રી કૂદ્યા

આ પણ વાંચો: સુરતમાં ONGC નોકરીના નામે 32 લાખની મોટી છેતરપિંડી

આ પણ વાંચો: પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભયંકર આગ, 5થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયા