Not Set/ હૈદરાબાદ એનકાઉન્ટરને મિનાક્ષી લેખીએ યોગ્ય ઠેરાવ્યું, પોલીસનાં કર્યા વખાણ

હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામા આવેલા એનકાઉન્ટરનો મુદ્દો આજે લોકસભામાં પણ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, પોલીસનાં હથિયારો સજાવીને રાખવા માટે હોતા નથી. લોકસભામાં ચર્ચા દરમિયાન મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે તમે ગુનો પણ કરશો અને હાથકડી ખોલીને ભાગવાનો પ્રયત્ન પણ કરશો. પોલીસની પાસે હથિયારો રાખવા માટે […]

Top Stories India

હૈદરાબાદ પોલીસ દ્વારા કરવામા આવેલા એનકાઉન્ટરનો મુદ્દો આજે લોકસભામાં પણ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે ભાજપનાં સાંસદ મીનાક્ષી લેખીએ એન્કાઉન્ટરને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, પોલીસનાં હથિયારો સજાવીને રાખવા માટે હોતા નથી.

લોકસભામાં ચર્ચા દરમિયાન મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે તમે ગુનો પણ કરશો અને હાથકડી ખોલીને ભાગવાનો પ્રયત્ન પણ કરશો. પોલીસની પાસે હથિયારો રાખવા માટે જ નથી, તે શું કરે, મીનાક્ષી લેખીએ કહ્યું કે નિર્ભયા કેસમાં દિલ્હી સરકારે નિર્ણય લેવા માટે મહિનાઓ સુધી ફાઇલો દબાવીને રાખી, તેથી પોલીસે જે કર્યું તે યોગ્ય કર્યું. આપને જણાવી દઇએ કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આ ચાર આરોપીઓ પર મહિલા વેટરનરી ડૉક્ટરની સાથે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે આ તમામ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તમામ આરોપીઓ માર્યા ગયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર આજે સવારે 3 વાગ્યે થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા પછી, આ ચારેય આરોપીઓને ‘ગુનાનાં સ્થળ’ તપાસ માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એકે આરોપીએ પોલીસકર્મીનાં હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આ આરોપી ભાગી ગયા હોત તો મોટો હોબાળો મચી ગયો હોત, તેથી પોલીસ પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને જવાબી ફાયરિંગમાં ચારેય આરોપીઓ માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.