વલસાડમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું એવું રેકેટ પકડાયું છે જે વાંચી તમારી આંખો પહોળી થઇ જશે.વલસાડ પોલીસે ફેસબુક મેસેન્જરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના અશ્લિલ વીડિયો, ફોટા અને સાઈટની લિંક શેર કરવાનું રેકેટ પકડી પાડ્યું છે.પોલીસે એક લવલેશ કુમાર તેલી નામના યુવકની પણ ધરપકડ કરી છે.
23 વર્ષના લવલેશને વલસાડ એલસીબીએ ગુંદલાવ બ્રીજ નીચેથી પકડ્યો હતો.લવલેશ અહીં મોબાઇલની દુકાન ધરાવે છે.મોબાઈલ વેચવાની સાથે લવલેશ લોકોને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને બીજા બીભત્સ વીડિયો ડાઉનલોડ કરી આપવાનું કામ પણ કરતો હતો.એ સિવાય તેણે ફેસબુક મેસેન્જર દ્વારા મુંબઈની બે વ્યક્તિઓને પણ બીભત્સ વીડિયો મોકલી આપ્યા હતા.
મુંબઈના 2 ઈસમો સાથે ચાઈલ્ડ પોર્નોગ્રાફીની લિંક, ફોટા અને વીડિયો ફેસબુકના મેસેન્જરથી શેર કરતો યુવક વલસાડનો હોવાનું જાણવા મળતા સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેઝ સાઇબર ક્રાઇમની તપાસ બાદ ગૃહ વિભાગે વલસાડ LCBને તપાસ સોંપી હતી.
અમેરિકાની સંસ્થા ચાઈલ્ડ પોર્નોગ્રાફી, રેપ અને ગેંગરેપની ટિપ્સ સર્ચ કરતી અને ડાઉનલોર્ડ કરતી વ્યક્તિઓ ઉપર ઓનલાઇન દેખરેખ રાખે છે તેણે ગૃહ વિભાગની સાઈડ પર ઓનલાઇન પોર્ટલ ઉપર કરેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.