Not Set/ હૈદરાબાદ એન્કાઉન્ટર/ 9 ડિસેમ્બર સુધી આરોપીઓના મૃતદેહ સાચવવા કોર્ટનો આદેશ

હૈદરાબાદની મહિલા વેટનરી ડોક્ટર ગેંગરેપ અને મર્ડર કેસના આરોપીઓના એન્કાઉન્ટર વિરુદ્ધ તેલંગાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે પછી હાઇકોર્ટે પોલીસને 9 ડિસેમ્બર સુધી ચારે આરોપીના મૃતદેહ સાચવવાના આદેશ કર્યા છે. આ અરજી સ્વતંત્ર કાર્યકર્તાઓના એક જુથ દ્વારા કરવામાં આવી હતી.તેલંગણા હાઈકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારે બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓના મૃતદેહ નવ ડિસેમ્બર રાત્રે […]

India

હૈદરાબાદની મહિલા વેટનરી ડોક્ટર ગેંગરેપ અને મર્ડર કેસના આરોપીઓના એન્કાઉન્ટર વિરુદ્ધ તેલંગાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે પછી હાઇકોર્ટે પોલીસને 9 ડિસેમ્બર સુધી ચારે આરોપીના મૃતદેહ સાચવવાના આદેશ કર્યા છે.

આ અરજી સ્વતંત્ર કાર્યકર્તાઓના એક જુથ દ્વારા કરવામાં આવી હતી.તેલંગણા હાઈકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારે બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓના મૃતદેહ નવ ડિસેમ્બર રાત્રે 8 વાગ્યા સુધી સલામત રાખવાનો આદેશ આવ્યો છે.

હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે તમામ આરોપીઓના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા પછી તેનો વીડિયો સીડીમાં અથવા પેન ડ્રાઇવમાં મહેબુબનગરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશને સોંપવો જોઈએ.

કોર્ટે મહેબુબનગરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશની સીડી અથવા પેન ડ્રાઇવ લઇને આવતીકાલે સાંજ સુધીમાં તેને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે, અમે વધુમાં નિર્દેશ આપીએ છીએ કે રાજ્યએ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર મૃતકો / આરોપીઓ / શંકાસ્પદ લોકોના મૃતદેહોને 9 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી સાચવવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.