રાજધાનીમાં રાણી ઝાંસી રોડ પરનાં ફિલ્મિસ્તાન વિસ્તારમાં બેકરીમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ઘણા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે, જેમની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યુ છે. ઘટના બાદ આ વિસ્તારમાં હંગામો મચ્યો હતો, જોકે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વિલંબ કર્યા વિના આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.
Death toll rises to 43 in #Delhi fire incident, according to police. pic.twitter.com/FAYd3LNoOB
— ANI (@ANI) December 8, 2019
જણાવી દઇએ કે હજુ પણ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાને લઇને હવે દેશનાં રાજનેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનુ શરૂ કરી દીધુ છે.
Prime Minister Narendra Modi: The fire in Delhi’s Anaj Mandi on Rani Jhansi Road is extremely horrific. My thoughts are with those who lost their loved ones. Wishing the injured a quick recovery. Authorities are providing all possible assistance at the site of the tragedy. pic.twitter.com/gK4z7nTJI5
— ANI (@ANI) December 8, 2019
પીએમ મોદીએ દિલ્હીનાં અનાજ મંડી વિસ્તારમાં આગ લાગ્યા બાદ 43 લોકોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કહ્યું- જે લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યેની મારી સંવેદના. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના.
दिल्ली के अनाज मंडी मे, भीषण आग लगने से कईयो की मौत और अनेक लोगों के घायल होने की खबर से आहत हूं ।
मृतकों के परिवार के प्रति मैं अपनी गहरी संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं।#delhifire
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2019
દિલ્હીનાં અનાજ બજારમાં ભારે આગને કારણે ઘણા લોકોનાં મોત અને ઘાયલ થયાનાં સમાચારથી હું દુઃખી છું, હું મૃતકોનાં પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવુ ઈચ્છું છું: રાહુલ ગાંધી
रानी झांसी रोड पर अनाज मंडी में आग लगने से हुई दर्दनाक मौतों पर बेहद दुखी हूं। मैं दिवंगत परिवारों के प्रति संवेदना प्रकट करता हूँ।
मैं भी अभी वहाँ पहुँच रहा हूँ।मेरी @BJP4Delhi के कार्यकर्ताओं से अपील है कि वहाँ पहुंच कर लोगों की मदद करें।
— Manoj Tiwari (@ManojTiwariMP) December 8, 2019
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ અનાજનાં માર્કેટમાં આગ ફાટી નીકળ્યા બાદ લોકોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાજપના કાર્યકરોને મદદની કરી અપીલ.
Delhi Minister Imran Hussain on #delhifire incident: It is a tragic incident. Investigation will be conducted and action will be taken against whoever is responsible for it. pic.twitter.com/UtLkCJASlL
— ANI (@ANI) December 8, 2019
દિલ્હીમાં લાગેલી આગ પર મંત્રી ઇમરાન હુસેનનું કહેવું છે કે આ ઘટના દુઃખદ છે અને તપાસ બાદ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Tragic loss of precious lives in the fire accident in New Delhi. My deepest condolences with families of those who have lost their loved ones. I pray for the early recovery of the injured.
Have instructed concerned authorities to provide all possible assistance on urgent basis.
— Amit Shah (@AmitShah) December 8, 2019
ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીમાં લાગેલી આગમાં થયેલા લોકોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
#Delhi: A team of National Disaster Response Force (NDRF) arrives at the incident spot. 43 people have lost their lives in the fire incident. https://t.co/jmmh95PvpM pic.twitter.com/SeG3g618E8
— ANI (@ANI) December 8, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
