ગુજરાતમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની કાર્યવાહી
અમદવાદની વિવિધ કંપનીની મિલ્કતો લીધી ટાંચમાં
કુલ 34.47 કરોડની મિલ્કતો ટાંચમાં
250 કરોડ રૂપિયાની હેરાફેરીનો કેસ
KGN એન્ટરપ્રાઈઝ લિમિટેડના આરીફ મેમણની સંપત્તિ ટાંચમાં
બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના રાજેશ એમ. કાપડિયા તથા અન્ય વિરુદ્ધ તપાસ કરવામાં આવી
ગુજરાતમાં એન્ફોર્સમેન્ટ ડિકોરેટએ કાર્યવાહી હાથ ધરી છે. તે અંતર્ગત ગુજરાતના બે એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 34 .47 કરોડ ની મિલકતો ટાંચમાં લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતની બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર પૈસાની હૈરાફેરી બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રેડ પાડી છે. EDએ મની લોન્ડ્રીન્ગ પ્રિવેન્સન એક્ટ હેઠળ કંપનીની 34 કરોડની સંપત્તી ટાંચમાં લીધી છે. EDએ જણાવ્યુ કે, બાયોટોર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મેનેજિંગ ડિરેકર રાજેશ એમ. કાપડિયા તથા અન્ય વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. તેમના વિરુદ્ધ ગુજરાત પોલીસ અને CBI પણ તપાસ કરી રહી છે.
EDએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, તપાસમાં આરોપી દ્વારા 2007થી 2009 દરમિયાન નાના બિલો અને રિસિપ્ટ દ્વારા લગભગ 250 કરોડ રૂપિયાની હેરા-ફેરી કરવાની માહિતી મળી છે. ED અનુસાર, અમદાવાદની KGN ગ્રુપ ઓફ કંપનીના માલિક આરિફ ઈસ્માઈલભાઈ મેમણે રાજેશ કાપડિયા તેમજ અન્યની સાથે સાઠગાંઠ કરીને રૂપિયાની હેરાફેરી માં મોટી ભૂમિકા અદા કરી છે.
આરિફ ઈસ્માઈલભાઈ મેમણે ખોટી રીતે લગભગ 62 કરોડ રૂપિયા KGN ગ્રુપ ઓફ કંપનીના ખાતામાં જમા કરાવ્યા છે. EDએ મની લોન્ડ્રીન્ગ પ્રિવેન્સન એક્ટ હેઠળ KGN એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને સૈલાની એગ્રોટેક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ખેડા જીલ્લાના હરિયાલા ગામમાં આવેલી જમીન, યંત્રો અને મશીનો તથા અમદાવાદના પાલડીમાં મેમણની રેસિડન્સિયલ મિલકતને ટાંચમાં લીધી છે. ટાંચમાં લીધેલી સંપત્તિનું કુલ મુલ્ય 34.47 કરોડ રૂપિયા આંકવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, EDએ આ મામલામાં પહેલા પણ 149 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. આ મામલા પહેલા પણ EDએ દેશના અનેક શહેરામાં રેડ કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લઇ ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
