રવિવારે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દેશના જુદા જુદા ભાગોમાં બળાત્કારની વિવિધ ઘટનાઓ અંગે વેધક સવાલો કર્યા હતા. તેમને કહ્યું હતું કે, દેશમાં કાયદો અને વ્યવસ્થા તૂટી ચુકી છે, પરંતુ વડા પ્રધાન ચૂપ છે અને તેના પર એક પણ શબ્દ બોલ્યો નથી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડા પ્રધાન મોદીનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે, જેમાં તે દિલ્હીની બળાત્કારની ઘટનાઓ માટે તત્કાલીન કોંગ્રેસ સરકારની ટીકા કરી રહ્યા છે.
સુરજેવાલાએ એક ટ્વીટ કર્યું છે કે ઉન્નાવ, ઇટાવા, હૈદરાબાદ, પલવાલ-ફરીદાબાદ – ચારે બાજુથી દુખના સમાચાર છે! દીકરીઓ હાહાકાર કરી રહીછે, અને દેશની જનતાની લાગણી દુભાઈ રહીછે.
Unnao, Etawah, Hyderabad, Palwal-Faridabad, the horror continues!
Rape victims cry out for justice as soul of India hurts!
Criminals roam free as rule of law breaks down!
But ‘Modiji’ is ‘mute’…….
No remorse, No outrage, Not a wordAnd no one will question the PM?
Why? pic.twitter.com/yk4I6p7CB5
— Randeep Singh Surjewala (@rssurjewala) December 8, 2019
તેમણે ટ્વિટ કર્યું કે ગુનેગારો મુક્તપણે ફરી રહ્યા છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. ! છતાંય મોદીજી મૌન છે… પસ્તાવો કે ક્રોધની કોઈ વાત નથી. અને કોઈ વડા પ્રધાનને સવાલ પણ નહિ કરે કેમ..?
બળાત્કારની વધતી ઘટનાઓ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય દેશની મજાક ઉડાવી રહ્યો છે અને ભારત હવે ‘બળાત્કારની રાજધાની’ તરીકે જાણીતું થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
