દેશમાં મહિલાઓ વિરુદ્ધનાં ગુનાઓનું પ્રમાણ ઓછું થવાનું નામ નથી લઇ રહ્યા. પહેલા હૈદરાબાદમાં, પછી ઉન્નાવમાં, જે રીતે ગેંગરેપ બાદ મહિલાની હત્યા કરવામાં આવી તે પછી બીજી મોટી ઘટના ત્રિપુરાથી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, અહીં 17 વર્ષની યુવતીની સાથએ તેના જ બોયફ્રેન્ડ અને મિત્રોએ બંધક બનાવીને મહિનાઓ સુધી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.
એટલું જ નહીં દુષ્કર્મ બાદ યુવતીનાં બોયફ્રેન્ડે તેને સળગાવી દીધી. આ ઘટના બાદ જ્યારે સવારે યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેની હાલત ખૂબ નાજૂક હતી. જ્યારે યુવતીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તે 90 ટકા સળગી ગઈ હતી, ત્યારબાદ મહિલાનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે આરોપીનાં પડોશીઓ દ્વારા યુવતીને બચાવી લેવામાં આવી હતી અને તાત્કાલિક તેને જીબી પંત હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આરોપીએ બે મહિનાથી યુવતીને બંધક બનાવી હતી. જ્યારે મહિલાનાં મોતનાં સમાચાર ફેલાતા લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા અને આરોપી અને તેની માતાને લોકોએ માર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પીડિતા સોશિયલ મીડિયા દ્વારા આરોપીને મળી હતી, જ્યાં તેમની મિત્રતા ઓછી થઇ હતી. જ્યારે છોકરો યુવતીનાં ઘરે પહોંચી ત્યારે તેણે તેની સામે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. આરોપ છે કે આરોપીઓએ યુવતીને બળજબરીથી બંધક બનાવીને ખંડણી પણ માંગી હતી.
ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ ખરાબ છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, સગીરા સાથે બળાત્કારની આ ચોથી ઘટના છે. પરંતુ આ ઘટના વિશે વાત કરીઓ તો આરોપીઓએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ તેને જીવતી સળગાવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, હૈદરાબાદ અને ઉન્નાવમાં બનેલી ઘટના પછી આ ત્રીજી ઘટના સામે આવી કે જેમા આરોપીઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ કર્યો અને તેને જીવતી સળગાવી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
