નહેરુ પરિવાર પર સાધ્વી પ્રાચીની અભદ્ર ટિપ્પણી,
‘બળાત્કાર, આતંકવાદ નેહરુ પરિવારની ભેટ
‘યુપી પોલીસે હૈદરાબાદ પોલીસ પાસેથી પાઠ લેવા’
વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત અભદ્ર ટિપ્પણીનો ઉચ્ચાર કર્યો છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર એ બધાં નેહરુ રાજવંશની ભેટ છે. વીએચપી નેતા સાધ્વીએ મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વખત અભદ્ર ટીપ્પણી કરી છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર એ બધાં નેહરુ રાજવંશની ભેટ છે. વીએચપી નેતા સાધ્વીએ મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન
ખાનગી કાર્યક્રમમાં મેરઠ પહોંચેલી સાધ્વી પ્રાચીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર સીધો જ પ્રહાર કર્યો હતો. પ્રાચીએ કહ્યું કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર બધુ નહેરુ પરિવારના કારણે છે. ઉલ્લેખ્ન્ય છે કે, દેશમાં તાજેતરમાં થયેલા બળાત્કારની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત બળાત્કારની રાજધાની તરીકે વિકાસ કરી રહ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સાધ્વી પ્રાચીએ હવે આ વિવાદિત નિવેદન આપ્યું છે.
અખિલેશે બળાત્કારીઓનો બચાવ કર્યો
સાધ્વી પ્રાચીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ પ્રહાર કર્યા હતા. પ્રાચીએ કહ્યું હતું કે જ્યારે અખિલેશ સત્તામાં હોય ત્યારે તે બળાત્કારીઓને બચાવે છે અને વિરોધમાં હોય ત્યારે ધરણા પર બેસે છે. ઉન્નાવ બળાત્કાર કેસ વિરુદ્ધ યુપીના પૂર્વ મુખ્યમંત્રી શનિવારે વિધાનસભાની બહાર મૌન ધરણા પર બેઠા હતા.
હૈદરાબાદ એન્કાઉન્ટર પ્રશંસા
સાધ્વી પ્રાચીએ હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના ચાર આરોપીઓના એન્કાઉન્ટર અંગે હૈદરાબાદ પોલીસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, હૈદરાબાદ પોલીસ પાસેથી જાણ્યા બાદ ઉન્નાવ કેસ પર ઉત્તરપ્રદેશ પોલીસે આવી જ કાર્યવાહી કરવી જોઈતી હતી. સાધ્વીએ ઉન્નાવના ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
