ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું ત્રણ દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ થી રહ્યો છે, ત્યારે આ સત્ર તોફાની બને તેવા પુરા એંધાણ વર્તાઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા સરકાર ને ધરવાનો પૂરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય પરીક્ષા સહીત ના અનેક મુદ્દાઓ સાથે વિધાન સભાના ધેરાવનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગ વિધાનસભાની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
સત્યાગ્રહ છાવણી મેદાન કોંગ્રેસી કાર્યકરો છોડશે તો તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાતથી અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએથી અનેક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા તરફથી 06 એસ.પી, 25 ડીવાયએસપી ,40 પી.આઈ 125 પીએસઆઈ, 1500 જેટલા પોલીસ કર્મી, વોટર કેનન, વ્રજ વાહન વિગેરે ની વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા ના મુખ્ય ગેટો પર ચેકીંગ અને બેરિકેટિંગ રાખવામાં આવ્યું છે.
આ સિવાય અન્ય પણ કેટલાક સંગઠનો છે જેમને પણ આજે ગાંધીનગર ખાતે ધરના અને અને રેલી ના કાર્યક્રમો યોજ્ય છે. જેમાં ભીલિસ્તાન ટાયગર સેના, મહેસુલી કર્મીઓ, બિન સચિવાલય પરીક્ષા વિવાદ, ખેડૂતો, શિક્ષકો પણ આજે ગાંધીનગર ખાતે પ્રદર્શન અને ધરણા કરેશે . જેને પગલે ગાંધીનગર માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પથિકાશ્રમ સહિત વિવિધ સ્થળોએ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્વારા વિધાનસભા ધેરાવનું આયોજન
વિવિધ પડતર માંગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા ધેરાવ કરશે. જેને લઈને ગઈ કાલે કોંગ્રેસના ધારાસભ્યોની પરેશ ધાણાની ની ઉપસ્થિતિમાં મીટીંગ પણ થઇ હતી. અને વિધાનસભાનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, વિરજી ઠુમમર, લલિત વસોયા, લાખા ભરવાડ, અર્જુન મોઢવાડીયા, નૌશાદ સોલંકી, રઘુ દેસાઈ, C j chavda, ચિરાગ કલસરિયા, વિક્રમ માડમ, કિરીટ પટેલ, ગેની બેન, ચંદનજી ઠાકોર, જીજ્ઞેશ મેવાણી જેવા ગુજરાત કોંગ્રેસ ના દિગ્ગજો ગાંધીનગર ખાતે પહોચી ચુક્યા છે.
બિન સચિવાલય પરીક્ષા વિવાદ મામલો
વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરાશે. SRPF વિદ્યાર્થીઓ પણ સમર્થનમાં જોડાય તેવી શક્યતા છે. આજે ૬ દિવસથી આ વિદ્યાર્થીઓ ગાંધી નગર ખાતે ધરણા પર બેઠા છે. જીજ્ઞેશ મેવાણી દ્વારા વિધાનસભા ઘેરાવનું એલાન કરવામાં આવ્યું છે.
મહેસુલી કર્મચારીઓ યોજશે રેલી
ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારી પણ છેલ્લા કેટલાક સમયથી પોતાની માંગ ને લઈ ને સરકાર સામે બાયો ચઢાવી ચુક્યા છે. પરંતુ હજુ સુધી તેમની માંગ સરકારે કાને ધરી નથી. તો આજે તેઓ પણ પોતાની 17 રજૂઆતોને લઈને ગાંધીનગર ખાતે રેલી નું આયોજન કરેલ છે. મહેસુલી કર્મીઓ પણ કરશે સત્યાગ્રહ છાવણીથી રેલી કાઢશે.
શિક્ષકો પણ ઘેરાવો કરવા આવે તેવી શક્યતા
ગુજરાત રાજ્યના શિક્ષકો પણ પોતાની માંગણી સાથે આજે ગાંધીનગર ખાતે પ્રદર્શન માં જોડાશે.
ખેડૂત
ગાંધીનગર ખાતે ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો પણ આજે વિધાનસભા ઘેરાવમાં કોંગ્રેસ સાથે જોડાશે. તેઓ પાલ આંબલીયા સાથે વિધાન સભાનો ઘેરાવ કરશે. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે ઘેરાવ કરશે.
આદિવાસીઓના અન્યાય મુદ્દે હલ્લાબોલ
આદિવાસીઓના અન્યાય મુદ્દે હલ્લાબોલનો કાર્યક્રમ નું આયોજન કરેલ છે. BTPના પ્રમુખ છોટુ વસાવા ના નેતૃત્વમાં આદિવાસી સંગઠન દ્વારા રેલી કાઠવામાં આવશે. બિરસા મુંડા ભવનથી રેલી કાઠવામાં આવશે. છેલ્લા કેટલાંય સમયથી આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને તેઓ વિધાનસભાનો ઘેરાવો કરશે.
ભીલિસ્તાન ટાયગર સેના
ભીલિસ્તાન ટાયગર સેના દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યા છે તેને મંજૂરી આપી નથી અને ભીલિસ્તાન ટાયગર સેનાના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
