વિકાસના મોટા મોટા દાવાઓ કરતી ગુજરાત સરકાર દેવામાં ડૂબેલી છે.ખુદ સરકારના જ કહેવા પ્રમાણે તેમને માટે લાખો કરોડનું દેવું છે.ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે જાહેર દેવું વધીને 2.40 લાખ કરોડ થયું છે, જયારે સરકારે બે વર્ષમાં 35000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશના એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે 31મી ઓકટોબર 2019ની સ્થિતિએ રાજયનું જાહેર દેવું સુધારેલા અંદાજ પ્રમાણે 2,40,652 કરોડ રૂપિયા છે. આ દેવાની સામે છેલ્લા બે વર્ષમાં પરત ચૂકવણી અંગેના એક પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે 2017-18માં સરકારે 17,146 કરોડ રૂપિયાનું વ્યાજ અને 13,700કરોડની મુદ્દલ ચૂકવી છે.
એવી જ રીતે 2018-19માં અંદાજ પ્રમાણે 18,124 કરોડનું વ્યાજ અને 15,440 કરોડની મુદ્દ ચૂકવવામાં આવી છે.
લોનના વ્યાજ અંગે નીતિન પટેલે કહ્યું હતું કે નાણાકીય સંસ્થાઓની લોન સરકારને ૪.૭૫ ટકાથી લઈને 8.75 ટકાના દરે મળે છે. બજાર લોન 6.05 ટકાથી 9.95 ટકાના દરે, નાની બચતોની લોન 9.50 ટકાથી 9.75 ટકાના દરે તેમજ કેન્દ્રીય દેવામાં શૂન્ય કનિદૈ લાકિઅ ટકાથી 13 ટકા સુધીનું વ્યાજ હોય છે.
દેવાના વિવિધ વિકલ્પોમાં સરકારે મોટાભાગે બજાર લોન અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા ઉછીના લેવાનું શરૂ કર્યું છે. તેથી વ્યાજના આંકડા મોટા થતાં જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
