રાજ્યસભામાં અમિત શાહ દ્વારા સિટીઝનશિપ એમેન્ડમેન્ટબિલ 2019ની ચર્ચા સમયે કોંગ્રેસને ટોણો મારતા કહેવામાં આવ્યું કે, પાકિસ્તાનનાં વડા પ્રધાનની ટિપ્પણી અને કોંગ્રેસની ટિપ્પણી – બંને એકસરખી છે. તમે (કોંગ્રેસ) કેમ હો-દેકારો મચાવી રહ્યા છો? મારે પૂછવું છે કે, કોંગ્રેસ દુશ્મન સંપત્તિ બિલનો વિરોધ કેમ કર્યો ? આમ અમિત શાહ દ્વારા રાજ્યસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી ટોણો મારવામાં આવ્યો હતો.
HM Amit Shah: On #CitizenshipAmmendmentBill2019, Pak PM's comment and Congress's comment- both are alike. Why are you (Congress) rattled?…. I want to ask why did Congress oppose the Enemy Property Bill. pic.twitter.com/ettfToJcJX
— ANI (@ANI) December 11, 2019
આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ દ્વારા નાગરીક સુધારણા બિલનો વિરોધ, બિલ ગેરબંઘારણીય(ધર્મનિરપેક્ષતાની બાબતે) હોવાનો અને તેમાં મુસ્લિમોનો સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી તે મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કો અમિત શાહ દ્વારા રાજ્યસભામાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું હતું કે, હુ નથી માનતો કે બિલ મુસ્લિમ વિરોધી છે.
સાથે સાથે જ અમિત શાહે સપાનાં સાંસદને પણ બિલ મામલે ચર્ચા સમયે સણસણતો જવાબ આપવામાં આવ્યો હતો #સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ 2019 મામલે રાજ્યસભામાં ભારે દલીલો ચાલી રહી છે, ત્યારે SPનાં સાંસદનાં સવાલ પર અમિત શાહ ભડક્યા હતા અને જાવેદ અલી ખાનને તેમજ તમામ બિલ વિરોધ કરતા અને ધર્મનિરપેક્ષતાની વાતો કરતા સાંસદોને શાહે રોકડું પરખાવ્યું હતું. આપને જણાવી દઇએ કે જાવેદ અલી ખાન જે સમાજવાદી પાર્ટીના નેતા છે તેને કહ્યું હતું કે, “હમ મુસ્લિમ-મુકત બના જાયેંગે”. અમિત શાહે જવાબ આપતા કહ્યું કે, જાવેદ અલી ખાન સાહેબ અગર આપ ભી ચાહોગે તબ ભી યે દેશ ‘મુસ્લિમ મુકત’ નહીં હોગા.
Amit Shah on #CitizenshipAmendmentBill2019 : Javed Ali Khan (Samajwadi Party leader) ne kaha "hum muslim-mukt ban jaayenge". Jawed Ali Khan Sahab agar aap bhi chahoge tab bhi yeh desh 'muslim-mukt' nahi hoga pic.twitter.com/rn7LaA4NTi
— ANI (@ANI) December 11, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
