નાગરિકતા સુધારણા બિલને લઈને આસામ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય જેવા ઉત્તર-પૂર્વી રાજ્યોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અહીંનાં લોકોને ખાતરી આપી છે કે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
PM Modi tweets,"I want to assure my brothers&sisters of Assam that they have nothing to worry after the passing of #CitizenshipAmendmentBill2019. I want to assure them-no one can take away your rights, unique identity and beautiful culture. It will continue to flourish and grow." pic.twitter.com/DoeYHEkwci
— ANI (@ANI) December 12, 2019
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું આસામનાં મારા ભાઈ-બહેનોને ખાતરી આપવા માંગું છું કે તેમને ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને હુ ખંડ 6 ની ભાવના અનુસાર આસામીઓના રાજકીય, ભાષાકીય, સાંસ્કૃતિક અને જમીન અધિકારોને બંધારણીય રીતે સુરક્ષિત રાખવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આપને જણાવી દઈએ કે આ બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઇ ગયુ છે. આપને જણાવી દઇએ કે, આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક જુલમ ભોગવી રહેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની જોગવાઈ છે. જ્યારે વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યુ છે.
જો બિન મુસ્લિમ સમુદાયના લોકો એક વર્ષથી 6 વર્ષ સુધી ભારતમાં શરણાર્થી બની રહ્યા છે, તો તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. અગાઉ, નાગરિકતા 11 વર્ષ માટે આપવામાં આવતી હતી. આ લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા છતાં નાગરિકતા મેળવવાનાં હકદાર રહેશે.
Prime Minister Narendra Modi tweets, "The Central Government and I are totally committed to constitutionally safeguard the political, linguistic, cultural and land rights of the Assamese people as per the spirit of Clause 6." https://t.co/pI5fyJGzSd
— ANI (@ANI) December 12, 2019
વળી, બિલમાં નાગરિકતા મળવા માટેની પાયાની લાઇન 31 ડિસેમ્બર 2014 નાં રોજ મૂકવામાં આવી છે. એટલે કે, આ સમયગાળા પછી, આ ત્રણેય દેશોમાંથી આવતા 6 સમુદાયોનાં લોકોને ભારતમાં 6 વર્ષ રહ્યા પછી નાગરિકતા મળશે. જો કે, સમાન બિલમાં ત્રણ દેશોનાં મુસ્લિમ શરણાર્થીઓનો સમાવેશ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
