Not Set/ ગુજરાત/ રાજ્યના મહેસૂલી કર્મચારીઓની હડતાલનો સુખદ અંત, મહેસુલ વિભાગ ફરી ધમધમશે

મહેસુલી કર્મચારીઓ ની હડતાળ સમેટાઈ સરકાર સાથે બેઠક સફળ થતા હડતાળ નો અંત આવતી કાલથી મહેસુલી વિભાગ ધમધમશે રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી તેમની 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નાં આવતા છેલ્લા ૮ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા. આ […]

Top Stories Gujarat

મહેસુલી કર્મચારીઓ ની હડતાળ સમેટાઈ

સરકાર સાથે બેઠક સફળ થતા હડતાળ નો અંત

આવતી કાલથી મહેસુલી વિભાગ ધમધમશે

રાજ્યના મહેસૂલી કર્મચારીઓની ઘણા સમયથી તેમની 17 પડતર માગણીઓ બાબતે મહામંડળ દ્વારા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નો પ્રત્યે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નાં આવતા છેલ્લા ૮ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા. આ હડતાલના પગલે જનસેવા કેન્દ્રો, ઈ-ધારા કેન્દ્રો,પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીમાં છેલ્લા ૮ દિવસથી કામકાજ ઠપ હતું.

આજે રાજ્યના આ મહેસૂલ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર સાથે મહેસૂલ કર્મચારી મહામંડળની બેઠક બાદ હડતાળ સમેટાવાની જાહેરાત કરવામાં આવી છે. બેઠક દરમિયાન સરકારે મહેસૂલ કર્મચારીઓની તમામ માંગો સ્વીકારી બે મહિનામાં તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી છે. સાથે જ સિનિયોરિટીનો પ્રશ્ન એક મહિનામાં ઉકેલાવાની બાયંધરી પણ સરકારે આપી છે. રાજ્યના 33 જિલ્લાના 10 હજાર મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓની તેમની પડતર માંગણીઓ મુદે ગત 9 ડિસે.થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા.  ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા બે વર્ષથી આ કર્મચારીઓ પોતાની પડતર માંગણી બાબતે લડી રહ્યા  હતા.   પરંતુ તેનો કોઈ નિકાલ નહિ આવતા તેઓએ અચોક્કસ મુદતની હડતાળનું શાસ્ત્ર ઉપાડ્યું હતું.

ગુજરાતના દરેક જીલ્લામાં પણ કલેકટર કચેરીની બહાર સ્થાનિક કર્મચારી દ્વારા હડતાલ પર બેસી ને ધરણા કરવામાં આવી રહ્યા હતા. કર્મચારી મંડળે ચીમકી પણ ઉચ્ચારી હતી કે,  જો આગામી ટૂંક સમયમાં તેમની માંગણી નહિ પૂરી કરવામાં આવે તો ટૂંક સમયમાં મહાનગરોમાં સહપરિવાર રેલીનું પણ આયોજન પણ કરશે.

મુખ્ય માંગણીઓ

કર્મચારીઓની મુખ્ય માંગણીમાં નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા, સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.

https://www.facebook.com/mantavyanews/videos/746861635795653/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.