અમરેલી જિલ્લાના 9 જેટલા કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરુ છે. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે. મગફળીના વેચાણ બાદ ખેડૂતોને નિયમિત રૂપિયાની ચુકવણી ન થતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શિયાળુ પાક માટે હાલ ખેડૂતોને નાણાંની જરૂર છે. જેથી સરકાર દ્વારા વહેલી તકે નાણાંનું ચુકવણું કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
અમરેલી જિલ્લાનું લાઠી માર્કેટિંગ યાર્ડ સહીત જિલ્લામાં 9 જેટલા માર્કેટિંગ યાર્ડમાં શાંતિપૂર્ણ રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અમરેલી, લાઠી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, ધારી, ટીમ્બી, બગસરા, ખાંભા સહિતના માર્કટીંગ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળીનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. લાઠીમાં પણ આજે 80 જેટલા ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 52 જેટલા ખેડૂતો પોતાના ટ્રેકટર સહિતના વાહનો લઈને મગફળી વેચવા માટે આવ્યા હતા.
અત્યાર સુધીમાં 925 જેટલા ખેડૂતોને મગફળીની વેચવા માટે ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 652 જેટલા ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. આ યાર્ડમાં અંદાજિત 1420 મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી થઇ ચુકી છે.
ખેડૂતો પોતાની મગફળી માર્કેટિંગ યાર્ડમાં વેચી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને ચુકવવામાં આવતા નાણામાં અનિયમિતતા જોવા મળી રહી છે. ખેડૂતોના માથે શિયાળુ પાકનું વાવેતર અને તેના જતન માટે નાણાની તાતી જરૂરિયાત છે. જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને નાણાં ચુકવવામાં આવે તેવી ખેડૂતો સરકાર પાસે અરજ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
