ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ આજે થઇ રહી છે. આ મેચ જીતવા માટે ભારતે વિન્ડિઝને 50 ઓવરમાં 388 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમનાં ઓપનિંગ બેટ્સમેન રાહુલ-રોહિતે ભારતને શાનદાર શરૂઆત આપી હતી. બંનેએ ટીમનાં સ્કોરની સાથે પોતાની સદી પણ ફટકારી હતી અને પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી પણ પૂર્ણ કરી હતી. રાહુલ 102 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે રોહિતે 138 બોલમાં 159 રન બનાવ્યા હતા.
Innings Break!
An absolute run fest here in Visakhapatnam as #TeamIndia post a mammoth total of 387/5 on the board, courtesy batting fireworks by Rohit (159), Rahul (102), Shreyas (53), Rishabh (39).#INDvWI pic.twitter.com/rDgLwizYH4
— BCCI (@BCCI) December 18, 2019
જો કે, આ વખતે કોહલી રન બનાવવામાં ફાળો આપી શક્યો નહીં અને પોલાર્ડની પહેલી બોલ પર જ આઉટ થઇ ગયો હતો. પરંતુ ત્યાર બાદ ઐયર અને પંતે ટોપ ગિયરમાં બેટિંગ કરી હતી. પંતે 16 બોલમાં 39 રન બનાવ્યા જ્યારે ઐય્યરે 32 બોલમાં 53 રન બનાવ્યા. બંનેએ 4-4 સિક્સરનું યોગદાન આપ્યું હતું. અંતે જાધવે 16 રન બનાવીને અણનમ રહ્યો હતો.
24 balls
73 runsIncredible hitting from Shreyas Iyer and Rishabh Pant 🤯 #INDvWI pic.twitter.com/LCDJOA6HIs
— ICC (@ICC) December 18, 2019
આ મેચમાં ભારતે શિવમ દુબેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક આપી છે. જ્યારે વિન્ડિઝ ટીમમાં, એવિન લુઇસ સુનીલ એમ્બ્રિસની જગ્યાએ ફિટ થઇને આવ્યો છે અને હેડન વોલ્શની જગ્યાએ ખારી પિયરોને ડેબ્યૂ કરવાની તક મળી છે.

આ મેચની સાથે વિન્ડિઝની ટીમ ભારત પર 17 વર્ષ બાદ પોતાના ઘરે જ હરાવીને શ્રેણી પર નજર રાખી રહી છે. વેસ્ટ ઇન્ડીઝે 2002-03માં ભારત સામે સાત મેચની વનડે સિરીઝમાં 4-3થી જીત મેળવી હતી. આ શ્રેણી ત્રણ મેચની છે અને પ્રથમ મેચ જીત્યા બાદ વેસ્ટ ઇન્ડીઝ 1-0થી આગળ છે. એકંદરે, આ મેચમાં ભારતને ઘણુ ગુમાવવું પડી શકે છે.
બન્ને ટીમો
A look at the Playing XI for the two teams.
One change for #TeamIndia. Shivam Dube OUT. Shardul Thakur IN.#INDVWI pic.twitter.com/jDFvEMYDkc
— BCCI (@BCCI) December 18, 2019
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, દિપક ચહર, મોહમ્મદ શમી.
વેસ્ટ ઇન્ડીઝ: કેરાન પોલાર્ડ (કેપ્ટન), શાએ હોપ, એવિન લુઇસ, શિમરન હેટમાયર, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, કીમો પોલ, ખારી પિયરે, અલ્ઝારી જોસેફ અને શેલ્ડન કોટરેલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
