વડોદરા જીલ્લાના શિનોરના સાધલી – માંજરોલ માર્ગ પર આવેલી નહેરમાંથી અજાણ્યા આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરાના શિનોર તાલુકાના સાધલી -માંજરોલ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી એક અજાણ્યા આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાધલી – માંજરોલ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ નહેરમાં એક અજાણ્યા પચાસ વર્ષ આશરેનો મૃતદેહ પાણીમાં ખેંચાઇ આવ્યો હતો. જેની જાણ સાધલી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આધેડના મૃતદેહને નહેરની બહાર કઢાવવા તજવીજ હાથ ધરી હતી.
આણંંદ/ દાવોલમાં એક ઇંટોનાં ભઠ્ઠામાંથી માનવ કંકાલ મળ્યું, સર્જાયા અનેક સવાલો ??
મૃતદેહને બહાર કઢતા અજાણ્યા આધેડનો મૃતદેહ વિકૃત હાલતમાં જણાઇ આવ્યો હતો. પોલીસે કાયદેસર કાર્યવાહી કરી અજાણ્યા આધેડના મૃતદેહને પીએમ અર્થે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાને પગલે લોકટોળા નહેર પાસે એકત્ર થયા હતા. આધેડનું મોત કેવી રીતે થયું તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલ તો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજાણ્યા આધેડના મૃતદેહ પાછળ રહસ્યના તાણાવાણા ગુંથાઇ ગયા છે. આ અંગે વધુ તપાસ શિનોર પોલીસ ચલાવી રહી છે.
યાકુબ પટેલ. વડોદરા રૂરલ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
