Not Set/ # હૈદરાબાદ એન્કાઉન્ટર/ તેલંગણા HCએ આપ્યા ફરી-પોસ્ટ મોર્ટમનાં આદેશ

તેલંગાણા હાઈકોર્ટ દ્વારા ગાંધી હોસ્પિટલની શબદરીમાં સચવાયેલા હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આરોપીઓના મૃતદેહોનાં ફરી – પોસ્ટ મોર્ટમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. Telangana High Court orders re post mortem of the bodies of the four accused, which have been preserved in Gandhi Hospital mortuary. #TelanganaEncounter pic.twitter.com/wileKBJgpm — ANI (@ANI) December 21, 2019 આપને […]

Top Stories India

તેલંગાણા હાઈકોર્ટ દ્વારા ગાંધી હોસ્પિટલની શબદરીમાં સચવાયેલા હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આરોપીઓના મૃતદેહોનાં ફરી – પોસ્ટ મોર્ટમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, આજે તેલંગાણા હાઈકોર્ટ દ્વારા હૈદરાબાદમાં એક મહિલા પશુવૈદ સાથે બળાત્કાર અને હત્યાના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આરોપીઓના મૃતદેહોમાંથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની વિનંતી પર સુનાવણી કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ 6 ડિસેમ્બરે કથિત એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. અને પૂર્વે કોર્ટ દ્વારા તેનાં મૃતદેહને સુરક્ષીત રાખવાનાં આદેશો આપવામાં આવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને ન્યાયાધીશ અભિષેક રેડ્ડીની ડિવિઝન બેંચ કેટલાક મહિલા કાર્યકરોની અરજીની સુનાવણી કરી રહી હતી, જેમણે મૃતદેહો અને અન્ય લોકો પાસેથી પુરાવા એકત્રિત કરવા સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અમલ કરવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે મૃતદેહોમાંથી જરૂરી પુરાવા એકત્રિત કરવા અંગે કોઈ આદેશ આપવાનો મુદ્દો છોડી દીધો હતો.

તેલંગાણાના એડવોકેટ જનરલની દલીલ હતી કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશન મુજબ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પહેલાથી જ કરવામાં આવ્યું છે. તેથી, ફરીથી પોસ્ટમોર્ટમ કરવા માટે કોઈ ઓર્ડર પસાર કરવાની જરૂર નથી. આપને જણાવી દઇએ કે આ ચારેય આરોપી પર સ્ત્રી પશુવૈદ સાથે બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હોવાનો અને ત્યારબાદ તેના શરીરને આગ ચાંપી દેવામાં આવી હોવાનો આરોપ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.