કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂર વિરુદ્ધ ધરપકડનું વોરંટ બહાર પાડવામાં આવ્યું છે, કેરળની રાજધાની તિરુવનંતપુરમની સ્થાનિક અદાલત દ્વારા થરૂર વિરુદ્ધ સ્થાનિક ધરપકડનું વોરંટ જારી કરાયું છે.
તિરુવનંતપુરમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે કોંગ્રેસના નેતા થરૂર વિરુદ્ધ હિન્દુ મહિલાઓની બદનામીના આરોપમાં આ વોરંટ જારી કર્યું છે.
Kerala: A Trivandrum Court has issued an arrest warrant for Congress MP Shashi Tharoor in connection with a case filed against him for allegedly defaming Hindu women in one of his books. (file pic) pic.twitter.com/DHrA3tTgiK
— ANI (@ANI) December 21, 2019
શશી થરૂર પર તેમની એક પુસ્તકમાં હિન્દુ મહિલાઓ વિરુદ્ધ લખવા અને બદનામી કરવાનો આરોપ છે. આ કેસમાં અદાલતની નોટિસ હોવા છતાં, શશી થરૂર ન તો પોતે હાજર થયા કે ન તો કોઈ વકીલ તેની તરફે હાજર થયા, જેના પછી કોર્ટે તેમની સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
