Not Set/ પ્રજ્ઞા ઠાકુર પર યાત્રીઓ થયા ગુસ્સે, શરમ આવી જોઇએ તમને…તમારું કામ અમને હેરાન કરવાનું નથી

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, જેઓ તેમના નિવેદનોને કારણે અનેકો વાર ચર્ચામાં આવે છે, ફરી એકવાર તેમને જનતાનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીથી ભોપાલની ફ્લાઇટમાં સવાર પ્રજ્ઞા ઠાકુરને સીટનાં ચક્કરમાં મુસાફરોનાં રોષનો સામનો કરવો પડ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મુસાફર ભાજપનાં સાંસદને […]

Top Stories India

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, જેઓ તેમના નિવેદનોને કારણે અનેકો વાર ચર્ચામાં આવે છે, ફરી એકવાર તેમને જનતાનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીથી ભોપાલની ફ્લાઇટમાં સવાર પ્રજ્ઞા ઠાકુરને સીટનાં ચક્કરમાં મુસાફરોનાં રોષનો સામનો કરવો પડ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મુસાફર ભાજપનાં સાંસદને કહે છે કે, તમને શરમ આવતી નથી કે તમે આવું વર્તન કરી રહ્યા છો.

સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વીડિયોમાં એક મહિલા કહી રહી છે કે, ‘તમે જ નક્કી કરો.. તમારું મેનેજમેન્ટ કોણ છે? અહીં કોઈ પ્રોફેસનલીઝમ નામની ચીજ નથી…” બીજી તરફ સાધ્વી પ્રજ્ઞા જવાબ આપે છે, ‘મેં સવારે જ કહ્યું, મને તમારી નિયમબુક બતાવો, મને લાગશે તો હુ બેસીસ નહી તો હુ ચાલી જઇશ.’

તે દરમિયાન, એક વ્યક્તિ વચ્ચે આવે છે, જે સાધ્વી પ્રજ્ઞા પર ભડકી જાય છે. શખ્સે કહ્યું કે, તમે તો નેતા છો અને તમે લોકોને જ હેરાન કરી રહ્યા છો. તમને આ વાતની શરમ નથી કે તમારા કારણે 50 લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અલબત્ત, શરમ એ ખૂબ જ સારો શબ્દ છે. આ સમય દરમિયાન, સાધ્વીએ તેને યોગ્ય ભાષા વાપરવાનું કહ્યું.

આપને જણાવી દઈએ કે, સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બેઠકને લઈને સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનો ક્રૂ મેમ્બર સાથે વિવાદ થયો હતો. સાધ્વીને સૌથી આગળ એટલે કે ઇમર્જન્સી બેઠક ઇચ્છી રહી હતી. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વ્હીલચેર પર એરપોર્ટ પહોંચ્યા હતા, તો તેઓને ઇમરજન્સી બેઠક મળી શકતી નહોતી, પરંતુ ભાજપનાં સાંસદ તેને લઇને જિદ્દી હતા. આ અંગે વિવાદ થયો હતો, સાધ્વીએ વિમાનનાં ક્રૂ સભ્યો પર ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.