રાજધાની દિલ્હીમાં ફરી એકવાર નાસભાગ મચી ગઈ છે. બુધવારે મોડી રાત્રે 2 વાગ્યે ક્રિષ્ના નગરની એક બિલ્ડિંગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે જે બિલ્ડિંગમાં આગ લાગી છે તે જંક વેરહાઉસ છે. મોડી રાત્રે ત્રણ માળના વેરહાઉસમાં આગ લાગી હતી, આગની જાણ થતાં જ ફાયરના જવાનોએ 40 લોકોને સલામત રીતે બચાવવા સમજ અને તત્પરતા બતાવી હતી.
Delhi: Fire broke out in a building in Krishna Nagar at around 2.10 am today. 40 persons have been rescued by Delhi Fire Service (DFS).
— ANI (@ANI) December 26, 2019
વેરહાઉસમાં પ્લાસ્ટિક વધારે હોવાને કારણે આગ ફેલાઇ હતી. હાલમાં આગને કાબૂમાં લેવામાં આવી છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી અને મોટો અકસ્માત થતા ટળી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
