ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમને મુંબઈ આતંકી હુમલાને કોંગ્રેસ અને પાકિસ્તાની સૈન્યના સંયુક્ત ઓપરેશન ગણાવ્યુ છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટમાં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને કોંગ્રેસ અને પાકિસ્તાની સૈન્યના સંયુક્ત ઓપરેશન ગણાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. હિંદુત્વ,ને આચંકો આપવા માટે યુપીએ અને પાકિસ્તાન સૈન્યનું જોઈન્ટ ઓપરેશન હતું જે આધારે મુંબઈમાં 26/11 ના આતંકવાદી હુમલાની ફરી તપાસ માટે એક આયોગની રચના થઈ શકે છે. કોંગ્રેસના ચાર નેતાઓ આ કાવતરામાં સામેલ છે. “
There is now prima facie solid enough information by which a Commission of Inquiry can be set up to make a case that 26/11 Mumbai terror attack was a UPA &Pakistan army joint venture to set back Hindutva. Four top Congi leaders are complicit, hence accused. Perfidy!
— Subramanian Swamy (@Swamy39) December 27, 2019
ઉલ્લેખનીય છે કે, ગુરુવાર26/11/2008ના રોજ મુંબઈ ખાતે અત્યાર સુંધીના સૌથી મોટા આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. આ 2008ના આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 26 નવેમ્બર 2008 ના રોજ સાંજે દસેક પાકિસ્તાની આતંકવાદીઓ કોલાબાના કાંઠે બોટ પરથી ઉતર્યા હતા.
લગભગ દસ આતંકવાદીઓ મુંબઇની કોલાબાની માછીમાર કોલોનીમાં ઘૂસી ગયા અને તરત જ ઘૃણાસ્પદ કૃત્ય કરવાનું શરૂ કર્યું. માછીમાર કોલોનીમાંથી બહાર નીકળતાંની સાથે જ આ આતંકવાદીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા. 26/11 ના મુંબઈ હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબને સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા બાદ પૂનાની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
આતંકવાદીઓનો હવાલો લેતા મહારાષ્ટ્ર એટીએસના વડા હેમંત કરકરે, પોલીસ અધિકારી વિજય સાલસકર, આઈપીએસ અશોક કામતે અને કોન્સ્ટેબલ સંતોષ જાધવ માર્યા ગયા હતા. નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ (એનએસજી) અને આતંકવાદીઓ વચ્ચે લાંબી મુકાબલામાં 9 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને દસમા આતંકી અજમલ કસાબને જીવતો પકડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
