Not Set/ પોલીસ-સૈન્ય જ્યારે આવા નારા લગાવે એટલે સમજો કાળા કૃત્યને છુપાવી રહ્યા છે : સંદિપ દિક્ષીત

કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિતે પોલીસ અને સેનાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોઇ સંસ્થા જેટલી વધુ ભ્રષ્ટ થાય છે, તેટલી રાષ્ટ્રવાદની વાતો કરે છે. દિક્ષિતે આ નિવેદન ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરથી મળેલા અહેવાલોનાં સંદર્ભમાં આપ્યું છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, ‘પોલીસે અહીંનાં એક મુસ્લિમ પરિવારનાં ઘરને નુકસાન પહોંચાડ્યું છે […]

Top Stories India

કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિતે પોલીસ અને સેનાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોઇ સંસ્થા જેટલી વધુ ભ્રષ્ટ થાય છે, તેટલી રાષ્ટ્રવાદની વાતો કરે છે. દિક્ષિતે આ નિવેદન ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરથી મળેલા અહેવાલોનાં સંદર્ભમાં આપ્યું છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, ‘પોલીસે અહીંનાં એક મુસ્લિમ પરિવારનાં ઘરને નુકસાન પહોંચાડ્યું છે અને તેમને કહ્યું હતું કે તમારી પાસે માત્ર બે સ્થળો છે, પાકિસ્તાન અને કબ્રસ્તાન.’

દીક્ષિતે વધુમાં કહ્યું, “આપણી અડધાથી વધુ પોલીસ ભ્રષ્ટ છે, તેઓ તેમનો ભ્રષ્ટાચાર કેવી રીતે ભૂલી જાય?” તો સૌ પ્રથમ તમે રાષ્ટ્રવાદી પ્રકારનાં નારા લગાવો, બતાવો કે અમે આવા કામ કરીએ છીએ જેમાં પ્રશ્નો પૂછવામાં આવતા નથી. જેટલી ભ્રષ્ટ સંસ્થા, તેટલી રાષ્ટ્રવાદ વિશે વધુ વાતો કરશે. જ્યારે કેટલાક પોલીસ અથવા સૈન્ય આવા નારા લગાવતા હોય છે, ત્યારે સમજો કે કોઈને કોઇ કાળા કૃત્યને છુપાવી રહ્યા છે.

દિક્ષિતે તેના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘મેં કહ્યું હતું કે મોટાભાગનાં (પોલીસ) ભ્રષ્ટ છે, તેમ કહ્યું નથી કે બધા ભ્રષ્ટ છે. રાજકારણીઓ જનતા પ્રત્યે જવાબદાર હોય છે, તે જ રીતે જાહેર સેવાઓ પણ જવાબદાર છે. જ્યારે પોલીસ નિષ્પક્ષતાભર્યું વર્તન કરતી નથી ત્યારે લોકોને લાગે છે કે બંધારણ મુજબ પોલીસ તેમની ફરજો નિભાવી રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.