ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળતાં રાજ્યભરમાં સડસડટ નીચે ઉતરતો જોવામાં આવી રહ્યો છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે નોંધાયો હતો. ગુજરા રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 4.6 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે ભુજમાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તાપણીનો સહારો લેતા જોવા મળ્યા હતા.
માઉન્ટ આબુમાં ગુરુવારનું તાપમાન 1 ડિગ્રી હતું. શુક્રવારનું તાપમાન માઇનસ 1.5 ડિગ્રી સુધી નીચે આવી ગયું હતું. ઘણા વિસ્તારોમાં બરફ જોવા મળ્યો હતો. શુક્રવારે આબુનું તાપમાન શિયાળામાં પ્રથમવાર માઇનસમાં નોંધાયું હતું.
અમદાવાદની વાત કરવામાં આવે તો, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હોવાનું નોંઘવામાં આવી રહ્યું છે. આગામી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ રાજ્યમાં ડીસા 7.6 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
