Not Set/ સુરત/ નાના બાળકોની માનવ તસ્કરીનું સૌથી મોટું રેકેટ ઝડપાયું, 125 બાળકોને મુક્ત કરાવાયા

સુરતમાં નાના બાળકોના હ્યુમન ટ્રાફિકિંગનું સૌથી મોટું રેકેટ સામે આવ્યું છે.સુરતના પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને 125થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા છે. આ ઓપરેશનમાં ગુજરાત પોલીસની સાથે સાથે દિલ્હી અને રાજસ્થાન પોલીસ પણ જોડાઈ હતી.જે બાળકોને રેસ્ક્યુ કરીને છોડાવાયા છે એમાંથી મોટા ભાગનાની ઉંમર 16થી નીચેની હતી. મીડિયા અહેવાલ અનુસાર દિલ્હીની બચપન બચાવ સંસ્થા દ્વારા […]

Top Stories Gujarat Surat

સુરતમાં નાના બાળકોના હ્યુમન ટ્રાફિકિંગનું સૌથી મોટું રેકેટ સામે આવ્યું છે.સુરતના પુણા વિસ્તારમાં પોલીસે દરોડા પાડીને 125થી વધુ બાળકોને મુક્ત કરાવ્યા છે. આ ઓપરેશનમાં ગુજરાત પોલીસની સાથે સાથે દિલ્હી અને રાજસ્થાન પોલીસ પણ જોડાઈ હતી.જે બાળકોને રેસ્ક્યુ કરીને છોડાવાયા છે એમાંથી મોટા ભાગનાની ઉંમર 16થી નીચેની હતી.

મીડિયા અહેવાલ અનુસાર દિલ્હીની બચપન બચાવ સંસ્થા દ્વારા આ માનવ તસ્કરી અંગે પહેલા પણ સુરત પોલીસને માહિતી આપવામાં આવી હતી. જોકે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવ્યા બાદ સેન્ટ્રલ આઈબીની ટીમ સાથે દિલ્હી અને રાજસ્થાન પોલીસે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.  દિલ્હી પોલિસે 1 મહિના સુધી પુણા વિસ્તારની રેકી કરી હતી.રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ અને બચપન બચાવ આંદોલન તેમજ સ્ત્રી અંસારા વિકાસ સંસ્થાએ મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું

સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.

રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 125થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.