Not Set/ ઠંડીનો પ્રકોપ/ સમગ્ર ઉત્તર ભારત બન્યુ કોલ્ડસ્ટોરેજ, કરફ્યૂ જેવો માહોલ, 30 ટ્રેનો લેટ

અત્યારે આખુ ઉત્તર ભારત ઠંડીનાં પ્રકોપથી પસાર થઈ રહ્યુ છે, રાજધાની અને એનસીઆરની હાલત ઘણી ખરાબ છે, રવિવારે રાજધાનીનું લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું હતું. ઠડી એટલી ભીષણ હોવાને કારણે લોકોને આનંદ વિહાર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ નજીક રૈન બસેરામાં રાત્રિ રોકાણ દરમિયાન આશ્રય લેવો પડ્યો હતો, ધુમ્મસ અને બર્ફીલા પવનોને કારણે લોકો વધુ પરેશાન […]

Top Stories India

અત્યારે આખુ ઉત્તર ભારત ઠંડીનાં પ્રકોપથી પસાર થઈ રહ્યુ છે, રાજધાની અને એનસીઆરની હાલત ઘણી ખરાબ છે, રવિવારે રાજધાનીનું લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી નોંધાયું હતું. ઠડી એટલી ભીષણ હોવાને કારણે લોકોને આનંદ વિહાર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ નજીક રૈન બસેરામાં રાત્રિ રોકાણ દરમિયાન આશ્રય લેવો પડ્યો હતો, ધુમ્મસ અને બર્ફીલા પવનોને કારણે લોકો વધુ પરેશાન થયા હતા, વિજિબલિટી ઓછી હોવાના કારણે ફ્લાઇટ્સ પણ લેટ ઉડી રહી હતી.

વળી, ઉત્તર રેલ્વે વિસ્તારમાં વિજિબલિટી ઓછી હોવાને કારણે 30 ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, હવામાન વિભાગે આગામી 48 કલાકની ઠંડીને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર ભારતમાં 118 વર્ષ બાદ સૌથી વધુ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગે ઠંડીને કારણે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચેતવણી જારી કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશનાં લગભગ તમામ વિસ્તારો અત્યારે હાડકાને કંપાવનાર ઠંડીની લપેટમાં છે અને તાજેતરમાં આ ટંડીથી બચી શકાય તેવો માહોલ હોવાની આશા ના બરાબર છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, પહેલી કે બીજી જાન્યુઆરીએ ઉત્તરાખંડ સહિત દેશનાં ઘણા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે, વિભાગ કહે છે કે, આગામી કેટલાક દિવસોમાં મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. તો વળી બિહારનાં મુઝફ્ફરપુરમાં ઠંડીને કારણે આ વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે, આ સાથે 2 જાન્યુઆરી સુધી તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

માત્ર દિલ્હીમાં જ નહીં, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે, વિભાગ કહે છે કે કોલ્ડ વેવ અને ધુમ્મસનો સામનો કરી રહેલા ઉત્તર ભારત માટે આવનારા દિવસો મુશ્કેલીઓથી ભરાયેલા રહેશે. 31 ડિસેમ્બર, 1 અને 2 જાન્યુઆરીએ દિલ્હી સહિત દેશનાં કેટલાક રાજ્યોમાં પણ હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે, આ દરમિયાન લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.North 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.