Not Set/ DDCA ની બેઠકમાં અધિકારીઓએ એકબીજા સાથે કરી મુક્કાબાજી, ગંભીરે કડક કાર્યવાહીની કરી માંગ

રવિવારે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાઇ હતી. બેઠકમાં ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) દીપક વર્માની નવી લોકપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી. રાજકારણ અને વિવાદોમાં ફસાયેલા દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) વચ્ચેનો એકબીજા સાથેનો વિવાદ રવિવારે ત્યારે વધુ તીવ્ર બન્યો જ્યારે તેની એજીએમ માં ઝપાઝપી જેવું શરમજનક દૃશ્ય જોવા મળ્યુ. અધિકારીઓ વચ્ચે કિક […]

Top Stories India

રવિવારે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાઇ હતી. બેઠકમાં ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) દીપક વર્માની નવી લોકપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી. રાજકારણ અને વિવાદોમાં ફસાયેલા દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) વચ્ચેનો એકબીજા સાથેનો વિવાદ રવિવારે ત્યારે વધુ તીવ્ર બન્યો જ્યારે તેની એજીએમ માં ઝપાઝપી જેવું શરમજનક દૃશ્ય જોવા મળ્યુ. અધિકારીઓ વચ્ચે કિક અને મુક્કાબાજી થઈ હતી. સ્ટેજ પરનાં અધિકારીઓએ પણ એકબીજાને ધક્કા માર્યા હતા અને ખોટા શબ્દોથી એક બીજા પર હુમલો પણ કર્યો હતો.

બેઠકમાં એક બાજુ નિવૃત્ત જસ્ટિસ બદર દુરેઝ અહેમદને હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ અથડામણમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાં ધારાસભ્ય ઓ.પી. શર્માને પણ ઈજાઓ પહોંચી છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપનાં સાંસદ ગૌતમ ગંભીરએ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, ડીડીસીએ તેની હદથી આગળ નીકળી ગયું છે. સમગ્ર ડીડીસીએ એ શરમજનક કામ કર્યું છે. ગૌતમ ગંભીરે માંગ કરી છે કે, ડીડીસીએ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે. વળી, તેમાં સામેલ ગુનેગારો પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ.

મીડિયા અહેવાલો અનુસાર, અસંમતિ હોવા છતાં કેટલાક નિર્ણયો લાગુ થયા બાદ વાતાવરણ બગડ્યું. જે બાદ જોઇન્ટ સેક્રેટરી રાજન મનચંદાની સાથે એપેક્સ કાઉન્સિલનાં સભ્યોએ ધક્કા-મુક્કી કરી હતી. વીડિયોમાં અધિકારીઓ સ્ટેજ પર એક બીજાને જોરદાર ધક્કો મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અધિકારીઓ એકબીજાને અપશબ્દો કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા. વીડિયો વાયરલ થયા પછીથી ડીડીસીએ અને બીસીસીઆઈની કામગીરી અંગે સવાલો ઉભા થયા છે. લોકોએ બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.