નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ
ખેડૂતોના હિત માટે લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતોનો ધસારો
ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીએ આ વર્ષે ગરીબની થાળીથી રિસાઈને હાઈ પ્રોફાઈલ બની ગઈ છે. જોકે હવે નવી સીઝન ની ડુંગળીની ખરીદી શરુ થવા જઈ રહી છે. હવે જોવું રહ્યું કે આ કસ્તુરી કોને રડાવે છે..?
હવે રાજકોટના નવા માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો. ડુંગળીની હરાજીને લઈને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોનો રાજકોટ માર્કેટયાર્ડમાં ધસારો જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ખેડૂતોને ડુંગળીના રૂપિયા 1000 થી 1400 રૂપિયા મળ્યા હતા. સવારે 10 વાગ્યાથી હરાજી શરૂ કરવામાં આવી હતી. રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં પ્રથમ વખત ડુંગળીની હરાજી કરવામાં આવી છે. ખેડૂતોના હિત માટે આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ડુંગળીના સારા ભાવ સામે ઉત્પાદન 50 ટકા ઓછું થયું છે.
માર્કેટિંગયાર્ડના ચેરમેન દ્વારા ડુંગળીની હરાજીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. નવા માર્કેટીંગ યાર્ડની અંદર ડુંગળીની ઢગલાબંધ આવક જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
