નાગરિકતા સુધારણા અધિનિયમની વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તે દરમિયાન, જાણીતા ગીતકાર અને ફિલ્મ નિર્માતા ગુલઝારે આ કાયદાને લઇને પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા છે. ગુલઝાર શબ્દોનાં જાદુ માટે જાણીતા છે. એક ઇવેન્ટ દરમિયાન ગુલઝારે પોતાની શૈલીમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હુ તમને મિત્રો તરીકે સંબોધન કરવાનો હતો, પરંતુ પછી હુ રોકાઇ ગયો. તેમણે કહ્યું કે, દિલ્હીની જનતાથી ડર લાગે છે, તેઓ શું કાયદો લાવશે તે કોઈને ખબર નથી.

હકીકતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધનમાં ઘણીવાર લોકોને મિત્રો તરીકે સંબોધન કરે છે. આ કારણોસર, તેમણે આ શબ્દ દ્વારા મોદી સરકારની નિંદા કરી હતી. ગુલઝારે દિલ્હીથી આવેલા તેમના મિત્ર યશવંત વ્યાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે મને મળવા આવ્યા હતા, હું ડરી ગયો હતો. આ દિવસોમાં દરેક લોકો દિલ્હીનાં લોકોથી ખૂબ ડરી રહ્યા છે, તેઓ જાણતા નથી કે આ લોકોએ કયો નવો કાયદો લઇને આવી જાય. ગુલઝારે કહ્યું કે આજનાં સમયમાં જે અવાજ સૌથી વધુ સ્પષ્ટ છે તે સત્ય કહેનારા લેખકોનો છે. આપને જણાવી દઇએ કે બોલીવુડની વિવિધ હસ્તીઓએ નાગરિકતા કાયદા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે આ કાયદા સામેની હિંસાનો વિરોધ કર્યો હતો.

પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝનાં રિલીઝ થયા બાદ મીડિયા સાથે વાત કરતા અક્ષયે કહ્યું કે, નાગરિકત્વ કાયદા સામે હિંસા કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, હું હિંસાને પસંદ નથી કરતો, તમે જે પણ રીતે છો, હિંસા ન કરો, એકબીજા સાથે વાતો કરો, સંપૂર્ણ હકારાત્મકતા સાથે કહો, પરંતુ સંપત્તિનો નાશ કરશો નહીં. કોઈએ હિંસાનાં માર્ગે ન ચાલવું જોઈએ, એક બીજા સાથે વાત કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
