Not Set/ Google એ વર્ષનાં પહેલા દિવસે લોકોને ડેડિકેટ કર્યુ આ Doodle

Google એ New Year 2020 ની ઉજવણી માટે વિશેષ Doodle ડેડિકેટ કર્યું છે. આ ડૂડલ સાથે, ગૂગલ તમને નવા વર્ષની નવી આશા બતાવી રહ્યુ છે. આ ડૂડલમાં, એક બિલાડીનું પાત્ર ઉગતા સૂર્યને જોઈ રહ્યું છે. તેની સાથે એક પક્ષી તેની નજીક ઉડતું જોવા મળે છે. આ ડૂડલની પૃષ્ઠભૂમિ શહેરી છે જ્યાં એક મોટી ઉંચી ઇમારત દેખાય છે. […]

Top Stories World

Google એ New Year 2020 ની ઉજવણી માટે વિશેષ Doodle ડેડિકેટ કર્યું છે. આ ડૂડલ સાથે, ગૂગલ તમને નવા વર્ષની નવી આશા બતાવી રહ્યુ છે. આ ડૂડલમાં, એક બિલાડીનું પાત્ર ઉગતા સૂર્યને જોઈ રહ્યું છે. તેની સાથે એક પક્ષી તેની નજીક ઉડતું જોવા મળે છે. આ ડૂડલની પૃષ્ઠભૂમિ શહેરી છે જ્યાં એક મોટી ઉંચી ઇમારત દેખાય છે. જ્યારે 2019 નાં અંતિમ દિવસે ગૂગલે ડૂડલ બનાવીને વર્ષ 2019 નાં અંતિમ દિવસને વિદાય આપી હતી.

આ ડૂડલમાં આતશબાજી જોવા મળી રહી છે. વળી, એક કાર્ટૂન પાત્ર બેસીને સીટી વગાડી રહ્યુ છે અને તેની બાજુમાં એક પક્ષી બેઠું છે. જ્યારે તેની પાછળ અનેક ઇમારતો નજરે પડી રહી છે. ગૂગલનું કાર્ટૂન પાત્ર ફ્રોગી છે, જેને વેધર ફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. જેને ક્યારેક મોબાઇલ ડિવાઇસથી વેધર માટે ગૂગલની શોધ કરી છે, તે વિશેષ રીતે 2020 વિશે ખાસ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તે એક લીપ વર્ષ છે!

ગૂગલ સમગ્ર વિશ્વમાં વિવિધ મુદ્દાઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા આવા ડૂડલ્સ બનાવે છે. આ પહેલા ગુગલે ઠંડી અંગે ડૂડલ બનાવ્યું હતું. જ્યારે આ પહેલા ગૂગલે નાતાલનાં દિવસે ડૂડલ બનાવ્યું હતું અને તેને હેપ્પી હોલિડેઝનાં નામથી શુભેચ્છા પાઠવી હતી. ડૂડલમાં ગૂગલ લોગો નાતાલનાં સજાવટથી સજ્જ હતો. ગુગલ લોગોમાં લાઇટિંગ લાગેલી છે અને બે ફુગ્ગાઓ લાગેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.