ગુજરાતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવતા ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ જ્યાં સરકાર ગુજરાતને શૌચ મુક્ત બનવાના દાવા કરી રહ્યું છે તો હાલ એવા ઘણા ગામો છે જ્યાં આજે પણ મહિલા અને છોકરીઓ ખુલ્લામાં શૌચ માટે જવું પડી રહ્યું છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરના જ એક ગામમાં 15 વર્ષની એક છોકરી ખુલ્લામાં શૌચ માટે ગઈ હતી. છોકરીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે ખુલ્લા શૌચ કરવું તેને જીવનનો સૌથી મોટો ઘા આપશે. સ્કૂલની નજીક છોકરી શૌચ માટે ગઈ હતી ત્યાં કથિત રીતે બે શખ્સો આવ્યા ત્યાં આવ્યા અને તેને ઉપાડીને લઇ ગયા હતા. બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આપને જણાવી દઈએ કે આ ઘટના સોમવારે સવારની છે. આ મામલે મળતી માહિતી અનુસાર ગાંધીનગરના દહેગામની એક સ્કૂલમાં અભ્યાસ કરતી છોકરી નજીકમાં આવેલા એકાંત સ્થળે શૌચ માટે ગઈ હતી. ત્યાંઅચાનક વિજયસિંહ ઝાલા (23 વર્ષ) અને દશરથસિંહ ઝાલા (18 વર્ષ) નામની બે વ્યક્તિઓ આવી અને તેને એકલી જોતા તેને ઉપાડીને લઇ ગયા અને બાદ તેનો બળાત્કાર કર્યો હતો. આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પીડિતાના પિતા કે જેઓ મજૂરી કામ કરે છે તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું, સોમવારે સવારે 7 વાગ્યે તેમની દીકરી અને તેની બહેનપણી સ્કૂલે ગયા હતા. લગભગ 8 વાગ્યે સ્કૂલના આચાર્યએ પીડિતાના પિતાને તેમની દીકરી સ્કૂલમાંથી ગુમ હોવાની વાત કરી હતી. સાથે જ તેનું દફતર સ્કૂલમાં જ પડ્યું હોવાની વાત કરી હતી. આ સાંભળ્યા બાદ પીડિતાના પિતા એક મિત્ર સાથે સ્કૂલે દોડી ગયા હતા. લગભગ અડધો કલાક પછી સ્કૂલની નજીક આવેલી કેનાલ પાસેથી પીડિતા મળી હતી.
FIR અનુસાર કેનાલ પાસે દીકરીને જોઇને પિતા તેને ઘરે લઈ ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ ટે ડરી ગઈ હતી અને કશું જ બોલી શકતી નહોતી. જેના બાદ તેની માતાએ તેને સવાલ કરતાં તેણે જણાવ્યું કે, જ્યારે તે ખુલ્લામાં શૌચ માટે ગઈ હતી ત્યારે વિજયસિંહ અને દશરથસિંહે બળજબરીથી તેને સાથે આવવાનું કહ્યું હતું. આરોપીઓ છોકરીને કેનાલ પાસે લઈ ગયા હતા અને તેના પર બળાત્કાર આચર્યો હતો. છોકરીઓ બૂમાબૂમ કરવાનું ચાલુ રાખતાં લોકો એકઠા થઈ જવાના ડરે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
