નશાની હાલતમાં ડુમસ રોડ પર ફરજ બજાવતા હતા
ઉમરા પોલીસે 3 TRB જવાનોની ધરપકડ કરી
ત્રણેય TRB જવાનો ઓન ડ્યૂટીમાં નશામાં હતા
ઉમરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી
ગતરાત્રીએ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં દારૂમાં નશામાં ચુર એવા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં મોટા ભાગનાં દરેક વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણીને ખાસ બનાવવા માટે ઘણા લોકોએ દારૂનું સેવન પણ કર્યુ હતુ. જેને પોલીસે પકડી પાડ્યા હતા.
ગુજરાત પોલીસ છેલ્લા ઘણા દિવસથી મુખ્ય રસ્તાઓ અને હાઈવે પર ચેકિંગ કરી રહી છે. ત્યારે ચેકિંગ દરમિયાન ગુજરાતના જુદા જુદા જીલ્લામાંથી મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો મળી આવ્યા છે. અને પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.
તો સુરત ખાતે વળી નશામાં ધુત 3 ટ્રાફિક TRB જવાન જ પોલીસના હાથે ચઢ્યા હતા. નશાની હાલતમાં આ જવાનો ડુમસ રોડ પર ફરજ બજાવી રહ્યા હતા. ઉમરા પોલીસે 3 TRB જવાનોની ધરપકડ કરી હતી. ત્રણેય TRB જવાનો ઓન ડ્યૂટીમાં નશામાં હતા. ઉમરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
