ગુજરાતનાં સીએમ વિજય રુપાણી દ્વારા રાજ્યમાં સીઆરપીસી અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી ‘ઘાતક’ ચાઇનીઝ માંજા(પતંગની દોરી) અથવા કોઇ પણ પતંગ ઉડાણ અને આકાશી ફાનસ (તુક્કલ) માટે ઉપયોગમાં લેવામાં આવતા કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકના થ્રેડના વેચાણ, પુરવઠા અથવા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
CM Shri @vijayrupanibjp orders to impose complete ban on the sale, supply or use of 'deadly' Chinese Manja or any kind of plastic thread used for kite flying and sky lanterns (Tukkal) with immediate effect under CrPC and Gujarat Police Act in the state pic.twitter.com/VeZTvIEz4I
— CMO Gujarat (@CMOGuj) January 2, 2020
આપને જણાવી દઇએ કે, ચાઇનીઝ દોરીને કારણે ગુજરાતનાં પતંગ ઉત્સવ દરમિયાન અને લોકોને ગંભીર રીતે ઇજા થઇ હોય છે, તો ઘણા કિસ્સા મોત થવાનાં પણ બનવા પામે છે. લોકોની સાથે સાથે આકાશમાં વિહરતા પંખીઓ માટે પણ ચાઇનીઝ દોરી ઘાતક રહી છે. જો તુક્કલની વાત કરવામાં આવે તો, તુક્કલને કારણે આગ લાગવાનું પ્રમાણ અનેક ગણુ વધેલુ જોવામાં આવતું રહ્યું છે. અને લોકોને તુક્કલના કારણે લાગેલી આગની નુકસાની સહન કરવાનો વારો આવી પડે છે. તમામ હકીકતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
