Not Set/ હાર્દિક બાદ હવે રૂષભ પંતે પણ પોતાની બ્યુટીફૂલ ગર્લફ્રેન્ડની તસ્વીર કરી શેર

ડેશીંગ ક્રિકેટર હાર્દિક પંડ્યાની તેની ગર્લ ફ્રેન્ડ  નતાશા સાથેની તસવીરોએ ધૂમ મચાવ્યા પછી હવે બીજા યુવા ક્રિકેટરે પણ તેની ગર્લ ફ્રેન્ડના ફોટા શેર કર્યા છે. ભારતની ટીમનો વિકેટ કીપર રિષભ પંતે ઈંસ્ટાગ્રામ પર  પોતાની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેની તસવીર શેર કરી છે, જે વાયુવેગે વાયરલ થઈ રહી છે. ઈશા નેગીએ પણ આ તસવીરને પોતાના ઈંસ્ટાગ્રામ […]

Uncategorized

ડેશીંગ ક્રિકેટર હાર્દિક પંડ્યાની તેની ગર્લ ફ્રેન્ડ  નતાશા સાથેની તસવીરોએ ધૂમ મચાવ્યા પછી હવે બીજા યુવા ક્રિકેટરે પણ તેની ગર્લ ફ્રેન્ડના ફોટા શેર કર્યા છે.

ભારતની ટીમનો વિકેટ કીપર રિષભ પંતે ઈંસ્ટાગ્રામ પર  પોતાની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેની તસવીર શેર કરી છે, જે વાયુવેગે વાયરલ થઈ રહી છે. ઈશા નેગીએ પણ આ તસવીરને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

તસવીર શેર કરતા રિષભે કમેન્ટમાં લખ્યું કે, ‘જ્યારે હું તારી સાથે હોઉં છું ત્યારે હું વધારે સારો લાગવા લાગું છું.’તેની આ પોસ્ટને પાંચ લાખ કરતા વધારે લાઈક્સ મળી ચૂક્યા છે.

https://www.instagram.com/p/B60_hRaHdry/?utm_source=ig_embed

ઈશા નેગીએ તસવીર શેર કરતા લખ્યું કે, ‘પાંચ વર્ષ અને હજી પણ યથાવત્…. લવ યુ…’ તેની આ પોસ્ટને 45,000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઈશા નેગી ઈંટીરિયર ડેકોર ડિઝાઈનર છે.

પંતે પોતાની પ્રોફાઈલમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેની તસવીર પોસ્ટ કરીને દુનિયા સમક્ષ પોતાના પ્રેમને સ્વીકાર્યો હતો. તે તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે ‘હું તને ખૂબ ખુશ રાખવા માગું છું કારણ કે તારા કારણે જ બહું ખુશ છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.