ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ચુક્યા હોય તેવું લાગી રહ્યું છે. હમેશા કોઈને કોઈ વિવાદ ગુજરાત યુનીવર્સીટી સાથે સંકળાયેલો જ રહે છે. એ પછી માર્કશીટ કૌભાંડ હોય કે પછી કુલપતિના ખોવાયા ની વાત હોય.
આજે ફરી એક વખત એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીનું વધુ એક કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને જમવામાં વપરાતું પાણી ગટરનું પાણી હોય તેવા આક્ષેપ સાથે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ/ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની બેદરકારી, વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં
રસોઈમાં તેમજ ખાવામાં વપરાતું પાણી ગટરનું પાણી છે તેવું જણાવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને હાથ ધોવાનું પાણી પણ ગટરનું પાણી હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
