જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો દ્વારા કુલાન ગેન્ડરબલ ખાતે એક એન્કાઉન્ટર દરમિયાન એક ખુંખાર આતંકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તે લશ્કરનાં આતંકીને સુરક્ષા દળોએ શુક્રવારે રાત્રે ઝડપી પાડી ધરપકડ કરી હતી.
સૂત્રો અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી નિસાર ડારની શુક્રવારે રાત્રે સુરક્ષા દળોએ ધરપકડ કરી છે. તે કુલ્લન ગેન્ડરબલ ખાતેના એન્કાઉન્ટરમાંથી બચી ગયો, આપને જણાવી દઇએ કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો.
J&K: Lashkar-e-Toiba terrorist Nisar Dar who was arrested by security forces last night. He had earlier escaped from an encounter in Kullan Ganderbal in which one Pakistani terrorist was killed. https://t.co/H6n1UzRS2R pic.twitter.com/yM30jAoxo0
— ANI (@ANI) January 4, 2020
આતંકવાદીઓની શોધમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું, નૌશેરા સબ ડિવિઝનની સરહદે આવેલ ડબ્બર વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. ત્રણ દિવસથી ચાલતી આ કામગીરીમાં કોઈપણ સફળતા મળી નહોતી.
બીજી તરફ, સ્થાનિક લોકોને સવારે છ વાગ્યે ઘરો છોડીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઘરોમાં પરત ફરી જવા વિનંતી કરવામાં આવી છે. સેના અને પોલીસે લોકો પાસેથી સહયોગની વિનંતી કરી છે. શકમંદોની શોધમાં લશ્કર અને પોલીસે શુક્રવારે ડબ્બર ગામ ઉપરાંત ખેરી, ગેરાટ, મંગલાઈ, પોથા ગામોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન લોકો પાસેથી શંકાસ્પદ લોકો વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે જંગલોમાં પણ ઓપરેશન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
