ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે દાવો કર્યો હતો કે, ડો. ભીમરાવ આંબેડકરએ બંધારણનો ઘડતરનો શ્રેય બ્રાહ્મણ એવા બી.એન.રાવને આપ્યો હતો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે નોબેલ પારિતોષિક મેળવનાર દેશની નવ પ્રતિષ્ઠિત હસ્તીઓમાંથી આઠ બ્રાહ્મણો છે. જેમાં અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીનો સમાવેશ થાય છે.
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ પ્રસંગે ત્રિવેદીએ કહ્યું, શું તમે જાણો છો કે 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યા પછી, આપણું બંધારણ બનાવવામાં આવ્યું હતું. આપણે બધા ડો. આંબેડકરનું નામ તમામ આદર સાથે લઈએ છીએ, પરંતુ આંબેડકરે પોતે કહ્યું હતું કે ડ્રાફ્ટ બી.એન.રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષે કહ્યું, શું તમે જાણો છો કે 60 દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંધારણ ઘડવામાં આવ્યું હતું. શું તમે જાણો છો કે બી.આર.આંબેડકરણે બંધારણનો મુસદો કોણે આપ્યો હતો? જ્યારે પણ બંધારણની વાત આવે છે, ત્યારે આપણે બધા આદર સાથે આંબેડકરનું નામ લઈએ છીએ.
તેમણે કહ્યું, પરંતુ તેમના પોતાના શબ્દોમાં (આંબેડકર દ્વારા) ડ્રાફ્ટ બી.એન.રાવ (બ્રાહ્મણ) દ્વારા તૈયાર કરાયો હતો. ઇતિહાસ બતાવે છે કે બ્રાહ્મણો હંમેશાં બીજાણે આગળ કરતા આવ્યા છે. ડો. આંબેડકર પર અમને ગર્વ છે કારણ કે તેમણે 25 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં તેમના ભાષણમાં આ વાતની કબૂલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
