Jamnagar : જામનગરના રાજવી જામ સાહેબે રવિન્દ્ર જાડેજાને શાબાશી આપી છે. જામસાહેબે પત્ર લખી રવિન્દ્ર જાડેજા ની ઈનિંગના કર્યા વખાણ છે. ઇંગ્લેન્ડ સામેના ત્રીજા ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ છેલ્લે સુધી બેટિંગ કરી હતી.ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરનું પાણી બતાવ્યું છે. જેને લઈને જામનગર વાસીઓ રવિન્દ્ર જાડેજા ની બેટિંગ ને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે….
ઇંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માત્ર 25 રનથી ટેસ્ટ મેચમાં હાર્યું હતું. જોકે ભારતની શરૂઆતની વિકટ ફટાફટ પડી હતી જેના કારણે મિડલ ઓર્ડર અને છેલ્લા બેડસમેન પર દબાણ આવ્યું હતું.વિકટ પરિસ્થિતિમાં જામનગરનો રવિન્દ્ર જાડેજા છેલ્લે સુધી ક્રીઝ પર ઉભો રહ્યો હતો જો કે સામે સતત વિકટ પડી રહી હતી.

ટેસ્ટ મેચના છેલ્લા દિવસે રવિન્દ્ર જાડેજા તથા ત્રણ કલાક સુધી બેટિંગ કરી હતી અને એક સમયે ઇંગ્લેન્ડ સામે ભારત જીતશે તેવી આશા બંધાઈ હતી.જોકે મોહમ્મદ સિરાજ બોલ્ડ થઈ જતા ભારત ટેસ્ટ મેચ હારી ગયું છે.ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકે પણ રવિન્દ્ર જાડેજાના વખાણ કર્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમનગીલે પણ રવિન્દ્ર જાડેજાની ઇનિંગને વધાવી છે….
જામનગરના રાજવી જામ સાહેબે આજે પત્ર લખ્યું છે અને પત્રમાં રવિન્દ્ર જાડેજા ને શાબાશી આપી છે સાથે સાથે જામનગરવાસીઓ રવિન્દ્ર જાડેજા ની બેટિંગથી ગર્વ અનુભવી રહ્યા છે તેવું પત્રમાં લખ્યું છે.
આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા આજે ફરી કરશે બાઉન્સ બેક? બુમરાહ પર મોટી જવાબદારી છે, સિરાજ-કૃષ્ણને પણ સાથે રમવું પડશે
આ પણ વાંચો: ડ્રેસિંગ રૂમમાં ઋષભ પંત સામે કેએલ રાહુલે જોડ્યા હાથ,BCCIનો આ વીડિયો ખૂબ વાયરલ થયો
