Not Set/ JNU હિંસા વિરોધ પ્રદર્શનમાં ‘ફ્રી કાશ્મીર’ પોસ્ટર મામલે કાર્યવાહી કરાશે : મહારાષ્ટ્ર સરકાર, મહિલાની ઓળખ થઈ ગઈ : ગૃહમંત્રી

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે, જેએનયુ માં રવિવારે થયેલી હિંસા સામે સોમવારે મુંબઇમાં પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે, પ્રદર્શન કારીઓને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું  હતું કે, ગેટવે ઓફ ઈન્ડિયા વિરોધનું સ્થળ નથી. બાદમાં વિરોધીઓને ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઇનાં આઝાદ મેદાનમાં ખસેડ્યા, જ્યાં વિરોધ પ્રદર્શિત સમાપ્ત કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન ‘ફ્રી […]

Top Stories India

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે, જેએનયુ માં રવિવારે થયેલી હિંસા સામે સોમવારે મુંબઇમાં પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે, પ્રદર્શન કારીઓને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું  હતું કે, ગેટવે ઓફ ઈન્ડિયા વિરોધનું સ્થળ નથી. બાદમાં વિરોધીઓને ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઇનાં આઝાદ મેદાનમાં ખસેડ્યા, જ્યાં વિરોધ પ્રદર્શિત સમાપ્ત કરવામાં આવ્યું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન ‘ફ્રી કાશ્મીર’ નું પોસ્ટર એક મહિલા દ્વારા લહેરાવવામાં આવ્યું હતું. મહિલા દ્વારા લહેરાવવામાં આવેલા આ પોસ્ટર બાદ રાજકીય બખેડો વધુ તેજ થયો હતો અને મહારાષ્ટ્રમાં હાલ વિપક્ષ ભાજપ દ્વારા આ મામલે શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર પર બરોબરનાં નિશાનો સાધવામાં આવ્યા હતા. અને આવા પોસ્ટરો લહેરાવનારા સામે કેમ પગલા નથી ભરવામાં આવ્યા તેવા સવાલો પણ ઉભા કરવામાં આવ્યા હતા. 

તમામ હકીકતો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, મુંબઈમાં વિરોધ દરમિયાન ‘ફ્રી કાશ્મીર’ નું પોસ્ટર લહેરાવનારી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરશે. અને આ મહિલાને ઓળખી લેવામાં પણ આવી છે.

હકીકતમાં, સોમવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર જેએનયુમાં હિંસાનાં વિરોધ પ્રદર્શન દરમિયાન, એક મહિલાએ ‘ફ્રી કાશ્મીર’ નું પોસ્ટર લહેરાવ્યું હતું. મુંબઈ પોલીસે આ મહિલાની ઓળખ કરી લીધી છે. મહિલાનું નામ તેજલ પ્રભુ ઉર્ફે મિર્ઝા પ્રભુ તરીકે સામે આવી છે. તેજલ પ્રભુ ઉર્ફે મિર્ઝા પ્રભુ, એક 37 વર્ષીય મહિલા છે, જે એક કવિ અને વાર્તાકાર છે. 

ગૃહમંત્રી દેશમુખે વધુંમાં જણાવ્યું હતું કે, ગેટવે ઓફ ઈન્ડિયા એ સ્થાન નથી જ્યાં લોકો પ્રદર્શન કરે છે. અહીં પ્રદર્શન કરવાથી મુંબઇના લોકોને મુશ્કેલી ઉભી થાય છે અને ટ્રાફિકને પણ અસર થાય છે. તેમણે કહ્યું કે અમે ગેટવે ઓફ ઈન્ડિયા પર પ્રદર્શન કરી રહેલા કોઈ પણ સ્ટુડન્ટ્સ સામે કેસ દાખલ કરીશું નહીં. અમે તેમના વિરોધનું સ્થળ બદલીને આઝાદ મેદાન કર્યું છે. જો કે, સ્થળ બદલી કર્યા બાદ વિરોધ પ્રદર્શન સંકેલી લેવામાં આવ્યું હતું. 

દેશમુખે વધુમાં કહ્યું કે પોલીસે ‘ફ્રી કાશ્મીર’ પોસ્ટરથી વિરોધ કરનારી મહિલાની ઓળખ  કરી છે. અમે તેની ઓળખ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. અમે વિરોધીઓને વિનંતી કરી છે કે તેઓ મુશ્કેલીમાં મુકાય તેવા કોઈ બળવા ન કરે. 

આપને જણાવી દઇએ કે, રવિવારે જેએનયુ કેમ્પસમાં છુપાયેલા હુમલાખોરોએ આશરે 4 કલાક હિંસા ફેલાવી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખરાબ રીતે માર માર્યો હતો. જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ આયષિ ઘોષ સહિત જેએનયુ હિંસામાં લગભગ 28 લોકો ઘાયલ થયા હતા. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.