- પૂર્વ IPS વીવી રબારી સામે ફરિયાદનો મામલો
- પૂર્વ IPS સહિત 8 લોકો સામે અરજીમાં આરોપ
- વાડજ પોલીસમાં કરવામાં આવી અરજી
- 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવા અરજી
- સિદ્ધાર્થના આપઘાત કેસમાં આરોપ
- હોદ્દાનો દૂર ઉપયોગ કર્યાનો આરોપ
- પુરાવાનો નાશ કર્યાની કોશિષ કર્યાનો આરોપ
ગુજરાતના વધુ એક નિવૃત IPS અધિકારી વિવાદમાં સપડાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હાગુજરાતના નિવૃત IPS વી.વી.રબારી વિવાદમાં સપડાયા છે. અને રબારી અને નવસારીના પીએસઆઇ સહિત 8 લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન (ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ)એ વાડજ પોલીસને આદેશ કર્યો છે.
નિવૃત IPS વી.વી.રબારી પર પારિવારિક ઝઘડામાં સત્તાનો દૂરુપયોગ કરવાનો આરોપ લાગાવવામાં આવ્યો છે. આપને જણાવીએ કે 8 મહિના અગાઉ મુંબઇમાં એક યુવક દ્વારા કરવામાં આવેલા આપઘાતનાં કેસમાં યુવકનાં પિતા દ્વારા કરેલી ફરિયાદના આધારે વાડજ પોલીસને સ્ટેટ હ્યુમન રાઈટ કમિશને આ આદેશાત્મક પત્ર પાઠવ્યો છે.
સમગ્ર ઘટના ક્રમ જોવામાં આવે તો, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ ઘના ચેમ્બર્સમાં રહેતા અને પશુપાલક સુરેશભાઇ કાનાભાઇ ભરવાડનાં વર્ષ 1997માં વાડજ વિસ્તારમાં રહેતાં મીનાબહેન ભરવાડ સાથે લગ્ન થયાં હતાં. વર્ષ 2015માં સુરેશભાઇ અને મીનાબહેન વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી, જેમાં મીનાબહેન તેમના પુત્ર સિદ્ધાર્થ, જયદીપ અને પુત્રી દેવાંશીને લઇ પિયરમાં જતાં રહ્યાં હતાં. ત્યારબાદ મીનાબહેને સુરેશભાઇ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે મીનાબહેનના પિતા ભગવાનભાઇ ભરવાડ તેમના મિત્ર અને નિવૃત્ત આઇપીએસ અધિકારી વી.વી. રબારીની મદદથી સુરેશભાઇની ધરપકડ કરાવીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ એસપી ઓફિસમાં લઇ ગયા હતા, જ્યાં તેમને પોલીસે ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં થયો છે.
#Ahmedabad : પૂર્વ IPS વીવી રબારી સામે ફરિયાદનો મામલો
પૂર્વ IPS સહિત 8 લોકો સામે અરજીમાં આરોપ
વાડજ પોલીસમાં કરવામાં આવી અરજી
8 લોકો સામે ફરિયાદ દાખલ કરવા અરજી
સિદ્ધાર્થના આપઘાત કેસમાં આરોપ
હોદ્દાનો દૂર ઉપયોગ કર્યાનો આરોપ
પુરાવાનો નાશ કર્યાની કોશિષ કર્યાનો આરોપ#Mantavyanews— Mantavya News (@Mantavyanews) January 7, 2020
સુરેશભાઇએ પોતાની ફરિયાદમાં વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો કે, મીનાબહેન, પુત્ર સિદ્ધાર્થને ડરમાં રાખતાં હતાં. જેથી સિદ્ધાર્થ દુખી થતો હતો. સિદ્ધાર્થને મરી જવાની ધમકી આપી મીનાબહેન ઇમોશનલ બ્લેકમેલ કરતાં હતાં. આખરે સિદ્ધાર્થે કંટાળીને 3 માર્ચના રોજ ઘર છોડીને જતો રહ્યો હતો અને 4 માર્ચે મુંબઇમાં ટ્રેન નીચે પડતું મૂક્યું હતું.
સિદ્ધાર્થના મોતની જાણ કે ગુમ થવાની જાણ સુરેશભાઇને હતી નહીં, અને 6 માર્ચે સુરેશભાઇને જાણ થઇ હતી કે સિદ્ધાર્થ ગુમ થયો છે, જેથી તેમણે ભત્રીજા ભવાન ભરવાડને ફોન કરવાનું કહ્યું હતું. ભવાને સિદ્ધાર્થને ફોન કર્યો ત્યારે ભગવાનભાઇએ ફોન ઉપાડ્યો હતો અને સિદ્ધાર્થે આપઘાત કરી લીધો છે તેવું જણાવ્યું હતું.
સુરેશભાઇ દ્વારા યોજવામાં આવેલા પોતાનાં પુત્રનાં બેસણાના દિવસે ભગવાનભાઇ ભરવાડ અને વી.વી. રબારી તેમના બાઉન્સરો સાથે આવ્યા હતા અને તોફાન મચાવીને સિદ્ધાર્થનો ફોટો લઇને જતા રહ્યા હતા. સુરેશભાઇએ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે મુંબઇ પોલીસ પર એટીએસના કોઇ અધિકારી તેમજ વી.વી. રબારી, નવસારીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા કમલેશભાઇ ભરવાડ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કનુભાઇ ભરવાડના ફોન ગયા હતા.
સુરેશભાઇએ આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે ફરિયાદ કરી હતી, જોકે પોલીસે તેમનું નહીં સાંભળતાં સ્ટેટ હ્યુમન રાઇટ્સ કિમશનમાં ફરિયાદ કરી હતી. સ્ટેટ હ્યુમન રાઇટ્સ કિમશને વી.વી. રબારી સહિત 8 લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે પોલીસને આદેશ કર્યો છે, છતાંય પોલીસે હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી.
આ મામલે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ. રાઠવા સમગ્ર બાબતથી અજાણ હોવાનું કહી રહ્યા છે. સુરેશભાઈનો આક્ષેપ છે કે ઘરેલુ હિંસાની ફરિયાદથી લઈ પુત્રના આપઘાત સુધીના મામલે વી. વી. રબારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંડોવાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
