Not Set/ મહેસાણા/ યુવતી પર દુષ્કર્મ કરી ઉતાર્યો વીડિયો, માતા અને ભાઈએ પણ આપ્યો સાથ

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.મહેસાણાના વિજાપુર તાલુકાના માઢી ગામમાં એક યુવતી સાથે રેપ કરીને તેનો વીડિયો બનાવ્યો હતો.જો કે યુવતીએ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે. વિગતે જઈએ તો માઢી ગામના પરેશ ડાહ્યાભાઇએ તેના ઘરમાં […]

Gujarat Others

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.મહેસાણાના વિજાપુર તાલુકાના માઢી ગામમાં એક યુવતી સાથે રેપ કરીને તેનો વીડિયો બનાવ્યો હતો.જો કે યુવતીએ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને આઇટી એક્ટ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે.

વિગતે જઈએ તો માઢી ગામના પરેશ ડાહ્યાભાઇએ તેના ઘરમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.પરેશના કૃત્યમાં તેની માતા સજ્જનબહેન અને ભાઈ સાગરે પણ સાથ આપ્યો હતો.પરેશ અને તેની માતા તથા ભાઈએ યુવતીને 10 દિવસ સુધી અજાણ્યા સ્થળે રૂમમાં ગોંધી રાખી હતી.યુવતીની પોલીસ ફરિયાદ મુજબ તેણીના કાનમાંથી સોનાની બે કડી કાઢી લીધી હતી. બાદમાં પરેશ યુવતીને માતા, પિતાને જાનથી મારી નાખવાની અને બહેનને ઉપાડી જવાની ધમકી આપી યુવતીને મહેસાણા મોઢેરા ચોકડી નજીક ઉતારી ભાગી ગયો હતો.

સીપીઆઇ મહેરિયાએ કહ્યું કે,પોલીસે પરેશ ડાહ્યાભાઈ,સાગર અને સજ્જનબહેન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે  અને છોકરીનું મેડિકલ ચેકઅપ કરાવી તપાસ હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.