Not Set/ Article 370/ J&K માં પ્રતિબંધો વિરુદ્ધ દાખલ અરજીઓ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ના હટાવ્યા બાદ ત્યાં લાદવામાં આવેલા પ્રતિબંધો સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. આ અરજીઓમાં રાજકારણીઓની આવવા-જવા, ઇન્ટરનેટ પર પ્રતિબંધ સહિતની અનેક અરજીઓ કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ, અનુરાધા બસિન સહિત કેટલાય નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં લાદવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી. […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ના હટાવ્યા બાદ ત્યાં લાદવામાં આવેલા પ્રતિબંધો સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. આ અરજીઓમાં રાજકારણીઓની આવવા-જવા, ઇન્ટરનેટ પર પ્રતિબંધ સહિતની અનેક અરજીઓ કરવામાં આવી છે. કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ, અનુરાધા બસિન સહિત કેટલાય નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં લાદવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી.

સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી.આર.ગવઈની ત્રણ સભ્યોની બેંચ આ અરજીઓ પર ચુકાદો જાહેર કરશે. તેની અગાઉની સુનાવણીમાં, અરજીઓની પ્રતિક્રિયામાં, સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ઘાટીમાં સંપૂર્ણ પ્રતિબંધ હોવુ કહેવું ખોટું છે. તેમણે કહ્યું કે, લોકોનાં હક પાછા ખેંચવામાં આવ્યા નથી, પરંતુ જે અધિકાર 70 વર્ષથી લોકો પાસેથી છીનવાઈ ગયા હતા તે પરત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, 5 ઓગસ્ટ, 2019 નાં રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. સરકારે રાજ્યમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. આ ઘોષણા સાથે, ઘાટીમાં સંદેશાવ્યવહારનાં સાધનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને મોટાભાગનાં નેતાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

સરકારનું કહેવું છે કે હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રૂપે આ પગલાં લેવામાં આવ્યા છે. સંદેશાવ્યવહારનાં માધ્યમો પર પ્રતિબંધો લાદતા તે સમયે ફોન અને ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. ત્યારથી આ પ્રતિબંધોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં સ્થાનિક નેતાઓનાં કબજા અંગે રાજકીય પક્ષોએ સતત મોદી સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો છે, જે દરમિયાન સંસદથી લઈને સ્ટ્રીટ સુધી વિપક્ષોએ સરકાર સામે હલ્લા બોલ કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.