Not Set/ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ગુજરાતનાં ટેક્સટાઇલ હબ સુરતની મુલાકાતે

પાછલા લાંબા સમયથી ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીનાં મારમાં ચાલી રહ્યો છે. સરકાર દ્વારા વારંવાર ગુજરાતનાં ટેક્સટાઇલ ઉદ્યોગને વિવિધ રીતે સહાય કરવામાં આવી જ રહી છે, કરોડો રુપિયાનાં ખર્ચે સુરતમાં આકાર પામેલું નવું ટેક્સટાઇલ માર્કેટએ વિશ્વમાં આ પ્રમાણેનું એક માત્ર ટેક્સટાઇલ માર્કેટ છે તેવું કહેવું બીલકુલ ગેરવ્યાજબી નહી ગણાય અને આ સરકારની ટેક્સટાઇલ પ્રત્યેનો દ્રષ્ટા કોણ […]

Top Stories Gujarat Surat

પાછલા લાંબા સમયથી ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીનાં મારમાં ચાલી રહ્યો છે. સરકાર દ્વારા વારંવાર ગુજરાતનાં ટેક્સટાઇલ ઉદ્યોગને વિવિધ રીતે સહાય કરવામાં આવી જ રહી છે, કરોડો રુપિયાનાં ખર્ચે સુરતમાં આકાર પામેલું નવું ટેક્સટાઇલ માર્કેટએ વિશ્વમાં આ પ્રમાણેનું એક માત્ર ટેક્સટાઇલ માર્કેટ છે તેવું કહેવું બીલકુલ ગેરવ્યાજબી નહી ગણાય અને આ સરકારની ટેક્સટાઇલ પ્રત્યેનો દ્રષ્ટા કોણ પણ રજૂ કરે જ છે.

છતા ટેક્સટાઇલને પોતાનાં અનેક પ્રકારનાં પ્રશ્નો સતાવી રહ્યા છે. અને જ્યારે ભારત સરકાર આગામી દિવસોમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરવા માટે જઇ રહી છે, ત્યારે ગુજરાતની ટેક્સટાઇલ સંદર્ભે આશા અને અપેક્ષા ઘણી વધુ જોવામાં આવી રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આજે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગુજરાતનાં ટેક્સટાઇલ હબ સુરતની મુલાકાતે આવી રહ્યા છે.

જી હા, કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે છે. સ્મૃતિ ઈરાની સુરતની પોતાની મુલાકાત દરમિયાન પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ ભાગ લેશે. ત્યારે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે મુલાકાતનો માટે સુરતનાં ઉદ્યોગકારોએ સમય માંગ્યો છે. જો કે, કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની ઉદ્યોગકારોને મળે કે નહીં એ અંગે પ્રશ્નાર્થ છે.

આપને જણાવી દઇએ કે, ઉદ્યોગકારો દ્વારા  વીજ સબસીડી મુદ્દે રજુઆત કરવા, કપડા ઉદ્યોગની અનેક સમસ્યાના સમાધાન માટે, તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભનાં બીજા મહત્વ પૂર્ણ પ્રશ્નોને વાચા આપવા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની તરફ આશાભરી નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.