Not Set/ ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન 2020નો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

ઉત્તરાયણના પર્વને લઈને કરુણા અભિયાન 2020 બોડકદેવ ખાતેના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પહોંચ્યા સીએમ ઘાયલ પક્ષીઓની મુલાકાત લેશે વન મંત્રી ગણપત વસાવા પણ કરુણ અભિયાનમાં હાજર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયના પર્વને લઈને કરૂણા અભિયાનનું આયોજન કરવામાં  આવ્યું. અમદાવાદના બોડકદેવમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. સાથે જ […]

Ahmedabad Gujarat

ઉત્તરાયણના પર્વને લઈને કરુણા અભિયાન 2020

બોડકદેવ ખાતેના વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પહોંચ્યા સીએમ

ઘાયલ પક્ષીઓની મુલાકાત લેશે

વન મંત્રી ગણપત વસાવા પણ કરુણ અભિયાનમાં હાજર

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયના પર્વને લઈને કરૂણા અભિયાનનું આયોજન કરવામાં  આવ્યું. અમદાવાદના બોડકદેવમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. સાથે જ વન મંત્રી ગણપત વસાવા પણ કરુણા અભિયાનમાં હાજર રહ્યા હતા. અને ઘાયલ પક્ષીઓની મુલાકાત લીધી હતી.

ગુજરતા રાજ્ય અને ઉત્તરાયણપર્વને  એક અનોખો સંબંધ છે. ભારતભરમાં ગુજરાત ખાતે આ પર્વને ભારે ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે. ત્યારે આ તહેવાર અબોલ જીવ માટે મોટી આફત લઈને આવે છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાવમ આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

ઘાયલ પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી 5 હજારથી વધુ સરકારી કર્મચારીઓ હાજર રહેશે. સમગ્ર રાજ્યમાં પક્ષીઓને સારવાર આપવા માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરીના વેચાણ અને ઓનલાઈન વેચાણ સામે પણ કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ બાદ ઓનલાઈન ખરીદ વેચાણ અંગે પણ સૂચનોઅંગે તાકીદ કરી હતી. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, બનાવવા પર સરકારે પ્રતિબંધોનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કલમો લગાડવાણો પણ ઉલ્લેખ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.