બહુચર્ચીત મોડાસાના સાયરાની પીડિતા યુવતીના શંકાસ્પદ મોત મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ સરન્ડર કરતા પોલીસ દ્વારા આ ત્રણેય શંકસ્પદ આરોપીઓની અટકાયત કરી હતી અને આજે આ ત્રણેય આરોપીઓને મેડીકલ ચેકઅપ કર્યા બાદ મોડી સાંજે ડીસ્ટ્રીકટ કોર્ટ માં રજુ કર્યા હતા.
પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે આરોપીઓના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી, ત્યારે નામદાર કોર્ટ ફરિયાદીના સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો, તેમજ પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલા જવાબોનાં આધારે આરોપીઓના આગામી 18 જાન્યુઆરી બપોરે ત્રણ વાગ્યા સુધી દિન 5નાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
